શિહોરીમાં બે ગાડીઓમાં 6 શખ્સો આવી ઘરમાં ઘૂસી પુત્રી અને પુત્રવધુનું અપહરણ કરતાં ચકચાર

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં શનિવારે એક પરિવારની પુત્રી અને પુત્રવધુ ઘરે એકલા હતા. તે દરમિયાન એક ઇયોન ગાડી અને એક ઇક્કો ગાડીમાં 6 શખ્સો ઉતરીને ઘરમાં ઘૂસીને અપશબ્દો બોલી ગડદા પાટુનો મારમારી પહેરેલ દાગીના સાથે મારમારી બળજબરીપૂર્વક અપહરણ કરીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે શિહોરી પોલીસ મથકે 6 શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જનતાનગર સોસાયટીમાં રહેતાં મુકેશકુમાર ગોરધનદાસના પોતાના ઘરમાં શનિવારે પુત્રી અને પુત્રવધુ ઘરે એકલા હતા.

[google_ad]

તે દરમિયાન એક ઇયોન ગાડી અને એક ઇક્કો ગાડીમાં 6 શખ્સો ઉતરીને ઘરમાં ઘૂસીને અપશબ્દો બોલી ગડદા પાટુનો મારમારી પહેરેલ દર દાગીના સાથે બળજબરીપૂર્વક અપહરણ કરીને ફરાર થઇ જતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

[google_ad]

આ ઘટનાના પગલે પંથકમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ અંગે શિહોરી પોલીસ મથકે આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના દેદરડા ગામના રવિશંકર હરિરામ મહેશ્વરી, જીગર રવિશંકર મહેશ્વરી અને અન્ય ચાર શખ્સો સામે ગુનો નોંધી ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!