બહુચરાજી સહીત અલગ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
થરાદના યુવકે તેના જ સમાજની એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેણીને વિશ્વાસમાં લઇને અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી હતી.
થરાદના પશુ દવાખાના નજીક રહેતાં સલીમખાન ઉર્ફે ટાટુ શેખ નામના યુવકને તેના જ સમાજની એક યુવતી સાથે ઓળખાણ થતાં બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. જ્યાં યુવકે તેણી સાથે લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સબંધો પણ બાંધ્યા હતા.
યુવકના પિતા અને બહેને પણ તેણીના યુવક સાથે લગ્ન કરાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ તા. 9 ઓક્ટોબર-2022 ના રોજ યુવક તેણીને બેચરાજી સહીત અલગ-અલગ જગ્યાએ લઇ તેણી સાથે શારીરિક
સબંધો બાંધ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે કોઇ કારણસર મનમેળ તુટવા પામ્યો હતો. આથી યુવક તેણીને તેના ઘરે મૂકી ગયો હતો.
જ્યાં યુવકના પિતા અને બહેન પણ ફરી ગયા હતા. જયારે તેણીને આ બનાવ અંગે વાત કરશે કે પોલીસ ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે યુવતીએ જીલ્લા પોલીસ વડા સમક્ષ પણ રજૂઆત કરી હતી અને શુક્રવારે યુવતીએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update