ACBની સફળ ટ્રેપથી CGSTના બે ઉચ્ચ અધિકારી 2.5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

દેશમાં ભ્રષ્ટાચારના મુદ્દે વર્ષો પહેલાં ઈન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન નામથી એક અભિયાન શરૂ થયું હતું. આ અભિયાને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ જેવા નેતાઓની ભેટ આપી. જોકે, આજે એક દાયકા પછી પણ ભારત દેશ ભ્રષ્ટાચારના ભોરીંગમાંથી મુક્ત થઈ શક્યો નથી. આ વાતનું તાજું ઉદાહરણ રોજબરોજ એ.સી.બી. દ્વારા પાડવામાં આવતા દરોડાઓમાંથી મળી આવે છે. આવો જ એક દરોડો વડોદરા સેન્ટ્રલ જીએસટી કચેરીમાં પડયો છે. ડેમાં હાલોલની એક કંપનીને સીલ ન મારવા બદલ લાંચ માંગનારા સુપરિટેન્ડન્ટ નીતિન ગૌતમ અને ઈન્સ્પેક્ટર શિવરાજ મીણા રંગેહાથ ઝડપાયા છે. આ ઘટનાએ ફરી સવાલ ઉભો કર્યો છે કે ભ્રષ્ટાચાર ક્યાં નથી?

[google_ad]

 

ઘટનાની વિગતો એવી છે કે વડોદરા નજીક આવેલા હાલોલમાં અનેક ઉદ્યોગો સ્થપાયેલા છે. અહીંયા આવેલા બાસ્કાર ગામની ફ્લોર એન્ડ ફૂડ નામની ફેક્ટરીમાં સી.જી.એસ.ટી.એ દરોડા પાડી અને કાર્યવાહી કરી હતી. આ દરોડા બાદ કંપનીને સીલ ન મારવા સબબ બંને અધિકારી સેન્ટ્રલ જી.એસ.ટી.ના અધિક્ષક (વર્ગ-2) ગૌતમ અને ઇન્સ્પેક્ટર (વર્ગ-3) મીણાએ રૂ. 10 લાખની લાંચ માંગી હતી.

 

આ મામલે ફૂડ ફેક્ટરી દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને ફરિયાદ કરવામાં આવી હતી. દરમિયાન આ બંને લાંચિયા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ વેપારીને ગૌતમે જણાવ્યું હતું કે રૂપિયા આપશો તો વાત થશે કંપનીને સીલ નહીં મારીએ, આમ આ અધિકારીએ તેના નીચેના અધિકારી મીણાને રૂ. 10 લાખ આપવાની વાત કરી હતી.

[google_ad]

 

જોકે, આ અધિકારી ગૌતમે ઘટના સ્થળે સર્ચ કર્યુ ત્યારે રૂ. 50,000 પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. જોકે, વેપારીને 10 લાખી લાંચ પોસાય તેમ નહોતી તેથી તેણે એ.સી.બી.માં ફરિયાદ કરી અને પછી જે થયું તે ફિલ્મોના સીનથી કઈ કમ નહોતું.

[google_ad]

 

પંચમહાલ એ.સી.બી.એ આ લાંચિયા અધિકારીઓની ઓફિસમાં જ તેમનો ખેલ પાડી દીધો હતો. રૂપિયા લેવા જતા બંને અધિકારીઓનો દાવ ઉંધો પડયો હતો. આ બંને અધિકારીઓ તેમની જ કચેરીમાં રૂ. 2.5 લાખ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. આમ આ દેશને કોરી ખાનારા લાંચિયા બાબુઓ સામે અનેકવાર કાર્યવાહી થતી હોવા છતાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી રહે છે.

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!