ડીસા તાલુકાના કંસારી ટોલ ટેક્ષ નજીક એક ઇસમ દ્વારા પાણીપુરીની લારી ઉભી રાખી વેપાર કરતા વ્યક્તિને અપશબ્દો બોલી લારીના કાચ તોડી નુકશાન પહોંચાડતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.
[google_ad]
આ અંગેની વિગત જોઇએ તો, ડીસા તાલુકાના કંસારી ગામે રહેતાં વિજયભાઇ શામળાજી પ્રજાપતિ કંસારી ટોલ ટેક્ષ નજીક પાણીપુરીની લારી ઉભી રાખી વેપારી કરી પોતાનું તેમજ તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.
[google_ad]
જ્યારે ગત 5 જુલાઇના રોજ કંસારી ટોલ ટેક્ષ નજીક તેમની પાણીપુરીની લારી લઇ ઉભા હતાં ત્યારે સાંજના સમયે રાજુજી વરસંગજી ઠાકોર આવી કેમ પાણીપુરી આપતા નથી તેમ કહિ અપશબ્દો બોલી પાણીપુરીની લારીના કાચ તોડી દીધા હતાં અને લારીને ઉંધી પાડી નુકશાન પહોંચાડ્યું હતું. તેમજ વિજયભાઇને માર મારતાં ડીસા તાલુકા પોલીસ મથકે રાજુજી વરસંગજી ઠાકોર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા પામી છે. જ્યારે આ અંગે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
From – Banaskantha Update