ડીસાના અજાપુરા નજીક જીપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિઓ ઘાયલ

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના અજાપુરા ગામ નજીક જીપ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

 

 

ખાસ કરીને રાત્રિના સમયે બનાસકાંઠા જીલ્લામાં મોટા મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધી અનેક માસૂમ જીંદગીઓ વારંવાર સર્જાતા અકસ્માતમાં મોતને ભેટી છે.

 

 

ત્યારે તાજેતરમાં જ ડીસા તાલુકાના અજાપુરા ગામ નજીક બનાસ ડેરીની જીપ અને ઇકબાલગઢ તરફથી લગ્નની ખરીદી કરીને ડીસા તરફ આવી રહેલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

આ અકસ્માતમાં કારમાં સવાર અમરતભાઇ જગદીશભાઇ પઢિયાર, ભાર્ગવ નટવરલાલ પઢિયાર, અર્ચનાબેન અમરતલાલ પઢિયાર અને આરાધ્યા અમરતલાલ પઢિયારને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

આ અકસ્માતમાં બંને ગાડીઓના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો પણ તાત્કાલીક દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ગાડીમાં ફસાયેલા તમામ લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!