ઘણા સમયથી સૂમસામ રહેલા માઉન્ટ આબુના રસ્તાઓ ફરીથી પ્રવાસીઓથી ઉભરાયા

- Advertisement -
Share

છેલ્લા દોઢ વર્ષથી ચાલતી કોરોના મહામારીના કારણે જાહેર સ્થળો સૂમસામ ભાસતા હતા. જોકે, કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં હવે ફરીથી જાહેર સ્થળો પર માનવ મહેરામણનો જમાવડો જોવા મળી રહ્યો છે. શનિ-રવિની રજાઓમાં આનંદ માણવા લોકો બહાર નીકળી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઘણા સમય પછી સહેલાણીઓનો ઘસારો જોવા મળ્યો હતો.

[google_ad]

 

રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શનિ-રવિની રજાના દિવસોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓનો ઘસારો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સૂમસામ ભાસતાં માઉન્ટ આબુના રસ્તાઓ ફરી પ્રવાસીઓથી ભરચક જોવા મળ્યા હતા.

[google_ad]

 

 

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી માઉન્ટ આબુના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતા. પ્રવાસીઓની જગ્યાએ રસ્તા પર પ્રાણીઓ ફરતાં જોવા મળતા હતા.

[google_ad]

 

 

કોરોનાને કારણે કોઈપણ સહેલાણી ન ફરકતા વેપાર ધંધાઓ પર પણ માઠી અસર પડી છે. જોકે, હવે રાજસ્થાન સરકારે કોરોના ગાઇડલાઇ મુજબ માઉન્ટ આબુના રસ્તાઓ ખોલતાં ફરીથી પ્રવાસીઓ આવી રહ્યાં છે. જેને લઇને સ્થાનિક ધંધાર્થીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!