પાલનપુરમાં સ્વાઇન ફ્લૂથી સગર્ભા મહીલાનું સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલી મહીલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો

 

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી એક સગર્ભા મહીલાનું મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલી એક સગર્ભા મહીલાનું સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતાં
સિવિલ હોસ્પિટલ વિભાગ દ્વારા તાત્કાલીક તેનો H1N1 નો ટેસ્ટ કર્યો હતો પરંતુ સગર્ભા મહીલાને તકલીફો વધેલી હોવાના કારણે તેનું મોત નિપજતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં હાલના દિવસોમાં 1200 જેટલાં દર્દીઓ સારવાર લેતાં હોય છે.

જેમાં બાળ રોગોનો વિભાગ એન્ટી વિભાગ અને મેડીસીન વિભાગમાં તાવ, શરદી, ખાસી, નાકમાંથી પાણી આવવું અને શ્વાસ ચડવો એવી જાતના વધુ કેસો જોવા મળતા હતા.

જોકે, સામાન્ય બીમારી હોય ઓછી તકલીફ હોય તો સિવિલ હોસ્પિટલ વિભાગ દ્વારા દવાઓથી અથવા પ્રાથમિક સારવારથી મટી જતું હોય છે.

પરંતુ તકલીફ વધારે થાય અને ઓક્સિજનની રીક્વાયરમેન્ટ વધી જાય તો દર્દીને દાખલ થવું પડે છે તેના માટે સીટી સ્કેન આર.ટી.પી.સી.આર. અને H1N1 સ્વાઇન ફ્લૂના ટેસ્ટ કરવામાં આવતો હોય છે.

જેમાં સ્વાઇન ફ્લૂનો એક દર્દી સગર્ભા મહીલા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા તને તકલીફો વધતાં તેનું મોત નિપજ્યું હતું. જોકે, મહીલાનું મોત નિપજતાં પરિવાર પર આભ ફાટી પડયું છે.

આ અંગે ડૉ. સુનિલ જોષીએ જણાવ્યું હતું કે, ‘સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી 900 જેટલાં દર્દ રહેતાં દિવસના તે વધીને 1200 સુધી પહોંચી ગયા છે.

 

બાળ રોગોનો વિભાગ એનટી વિભાગ અને મેડીસીન વિભાગમાં તાવ, શરદી, ખાસી, નાકમાંથી પાણી આવવું અને શ્વાસ ચડવો એવી જાતની બીમારીઓ સાથે આવતાં હોય છે.

 

 

સામાન્ય બીમારી હોય ઓછી તકલીફ હોય એને દવાઓથી પ્રાથમિક સારવારથી મટી જતું હોય છે પરંતુ તકલીફ વધારે થાય અને ઓક્સિજનની રીક્વાયરમેન્ટ વધી જાય તો દર્દીને દાખલ થવું પડે છે.
એના માટે સીટી સ્કેન આર.ટી.પી.સી.આર. અને H1N1 સ્વાઇન ફ્લૂના ટેસ્ટ કરવામાં આવતાં હોય છે. સ્વાઇન ફ્લૂનો એક દર્દી અમારે ત્યાં દાખલ હતું તે દર્દી પ્રેગનેન્સી સાથે આવ્યું હતું. ત્યારે તેને તકલીફો વધારે હતી તેમને અમે સારવાર આપી પરંતુ એમનો જીવ બચી શકે તેમ ન હતો.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!