બનાસકાંઠા જીલ્લામાં પાણીની સમસ્યા હોઇ સોમવારે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનોની અટકાયત કરાઇ છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના ભૂગર્ભ જળ ખૂટી ગયા છે અને ખેડૂતો પાણીના ટીપા માટે વલખાં મારે છે.
[google_ad]
બનાસકાંઠા જીલ્લો ખાસ કરી પશુપાલન અને ખેતી પર આધારીત જીલ્લો છે. જેથી જીલ્લાનો મુખ્ય વ્યવસાય 70 ટકા રોજગાર ખેતી દ્વારા પૂરો પાડવામાં આવે છે. પાટણ જીલ્લામાં નર્મદા નદીના પાણીની નહેર મારફતે પાણી આપવામાં આવે તો દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં નાખી બનાસ નદી જીવંત કરવા માંગણી કરી છે.
[google_ad]
આ અંગે વી.કે. કાગે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મોકેશ્વર ડેમ આમ ત્રણ મોટા ડેમ આવેલા છે અને પરંતુ આ ડેમનું પાણી પાટણ જીલ્લાને આપવામાં આવે છે. જ્યારે બનાસકાંઠા નદી સૂકી ભઠ્ઠ થઇ ગઇ છે અને તેના કારણે બનાસકાંઠા જીલ્લામાં પાણીના ભૂગર્ભ જળ તળ ખૂટી ગયા છે અને ચોમાસુ સમય વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત કોરોના વચ્ચે દાઝયા ઉપર ડામ દેવા જેવી પરિસ્થિતિ સર્જાઇ છે અને ખેડૂતો દ્વારા પાક પિયત કરી વાવણી કરેલ તે પણ વરસાદ અને પાણીના અભાવે નાશ પામી રહ્યો છે. જેથી ખેડૂતો દ્વારા ખેડ ખાતર અને બિયારણની ખરીદી કરી વાવણી કરેલ તે પણ પાક નિષ્ફળ ગયો છે.’
[google_ad]
આ અંગે અમરાભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, ‘સુજલામ્-સુફલામ્ નહેરનું ચોગા પમ્પીંગથી પાણી ચાલુ કરવા અને બનાસ નદી જીવંત કરવી વગેરેની માંગણી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ગાંધીનગર સચિવાલય ખાતે પાણી માટે રજૂઆત માટે બનાસકાંઠા જીલ્લાના વિવિધ કિસાન સંગઠનના હોદ્દેદારો જતાં ગાંધીનગર સચિવાલયના ગેટ નં. ૧ ઉપરથી જીલ્લા પ્રમુખ રાષ્ટ્રીય કિસાન સંગઠન વી.કે. કાગ, બનાસકાંઠા જીલ્લા પ્રભારી અમરાભાઇ ચૌધરી, જીલ્લા મહામંત્રી ભરતભાઇ કરેણ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઇ ખાગડા, પ્રદેશ ઉપાધ્યક્ષ કાળુભાઇ તરક, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઇ વાગડા અને ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટના ઇન્ચાર્જ નટુભાઇ પટેલ વગેરેની ગાંધીનગર સેક્ટર પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી.’
From – Banaskantha Update