પાલનપુર મહેસાણા હાઇવે પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સજર્યો

- Advertisement -
Share

પાલનપુર-મહેસાણા હાઇવે પર આવેલ કાણોદર પાટિયા પાસે એક ટ્રકમાં અચાનક આગ લાગતા ઘટના સ્થળે અફરાતફડીનો માહોલ સર્જાય હતો. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ સદનસીબે ડ્રાઇવર અને કંડકટરનો આબાદ બચાવ થયો હતો.
બનાસકાંઠામાં વાહનોમાં આગ લાગવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે પાલનપુર મહેસાણા હાઇવે પર આવેલ કાણોદર પાટિયા નજીક એક ટ્રકમાં અચાનક આગ લાગતા ઘટનાસ્થણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

આગના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તેમજ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તેમજ ફાયર ફાઈટર વિભાગને જાણ કરાતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રકમાં લાગેલી આગને કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તેમ જ ટ્રકમાં આગ લાગવાથી સમયસુચકતા ડ્રાઇવર અને કંડકટરનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટ્રકમાં આગ લાગવાથી ટ્રક મળીને ખાસ થઈ જવા પામી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!