ધાનેરા પોલીસે ગોલા ગામ નજીકથી ગાડીમાંથી વિદેશી દારૂ સાથે ડીસાના બે શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

ધાનેરા પોલીસે ગોલા ગામ નજીક બુધવારે પેટ્રોલિંગ દરમિયાન ફોર્ડ ફીયાસ્ટા ગાડીમાંથી વિદેશી દારૂ સાથે ડીસાના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે વિદેશી દારૂ અને બિયરની બોટલો નંગ-229, ફોર્ડ ફીયાસ્ટા ગાડી અને મોબાઇલ ફોન નંગ-1 કુલ રૂ.1,26,075 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી થરાદ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ ઇન્સપેક્ટર બી.વી.પટેલની આગેવાની હેઠળ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

 

તે દરમિયાન ધાનેરા તાલુકાના ગોલા ગામ નજીકથી ફોર્ડ ફીયાસ્ટા ગાડી નં. GJ-08-R-7555 પસાર થઇ રહી તે દરમિયાન તલાશી લેતાં વિદેશી દારૂ અને બિયરની બોટલો નંગ-229 કિંમત રૂ.25,575, ફોર્ડ ફીયાસ્ટા ગાડીની કિંમત રૂ.1,00,000, મોબાઇલ ફોન નંગ-1 રૂ.5,000 કુલ રૂ.1,26,075 ના મુદ્દામાલ સાથે વિક્રમભાઇ સ/ઓ બાબુભાઇ અમરાજી માજીરાણા (રહે. લીલાશાનગર, તા. ડીસા) અને રાજેશભાઇ સ/ઓ લાલજી હેમાજી માજીરાણા (રહે. મેલડી માતાજીના મંદિર પાસે, વાદી-ટેકરા, તા. ડીસા) વાળાઓને ઝડપી પાડ્યા હતા. આ અંગે ધાનેરા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!