જુનાડીસાની મુસ્લિમ દીકરીને સાસરી દ્વારા શારીરિક – માનસિક ત્રાસ આપી દહેજની માંગ કરતા 3 વિરોધ ફરિયાદ

- Advertisement -
Share

ડીસા તાલુકાના જૂનાડીસા ખાતે મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન આજથી 5 વર્ષ અગાઉ વડગામ તાલુકાના વણસોલ ગામના ઈલિયાસ ભાઈ અયુબ ભાઈ શેખ સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા જેમને એક પુત્ર છે તેમને સાસરી પક્ષ દ્વારા લગ્ન થયા બાદ શરૂઆતમાં સારી રીતે રાખતા હતા.

[google_ad]

ત્યારબાદ જુનાડીસાની દીકરીના પતિ ઈલિયાસભાઈ અયુબભાઈ શેખ વહેમ શંકા રાખી અવારનવાર ગાળો બોલતા અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા પોતાનું લગ્ન જીવન ખરાબ ન થાય તેમાટે ત્રાસ સહન કરતી પરંતુ તેની સાસુ ગુલ્સનબેન એયુબભાઈ શેખ દ્વારા પતિને ઉશ્કેરી ચઢામણિ કરી હેરાન પરેશાન કરતા તેમજ કહેતા કે તારા પિયરમાંથી દાગીના તેમજ રોકડ રકમ લાવેલ નથી તેમ કહી દહેજની માગણી કરતા.

[google_ad]

ત્યાર બાદ જુનાડીસાની દીકરીએ તેનું સગું કરાવનાર હબીબભાઈ પીરાભાઈ શેખ રહે.ચંગવાડા તાલુકો વડગામ વાળાજે ફુવા સસરા થાય છે. તેમને સમગ્ર વાત કરતા તેપણ તેના પતિ તેમજ તેના સાસુના પક્ષમાં બોલવા લાગેલ આજથી આશરે 5 મહિના અગાઉ જુનાડીસાની દીકરીને તેના પતિ તેમજ સાસુએ પહેરેલા કપડાયે સાસરીમાંથી કાઢી મુકેલ જે બાબતની જુનાડીસાની મુશલીમ દીકરીએ તેના પતિ તેમજ તેની સાસુ તેમજ તેના ફુવા સસરા વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!