પાલનપુર નગરપાલિકા દ્વારા જહાનારા બાગ નજીક આવેલ ટાઉન હોલ ખાતે શુક્રવારે સામાન્ય સભા બોલાવાઇ હતી. જ્યાં વિરોધ પક્ષ વિરોધ કરે તે પહેલા ગત વર્ષના આંકડા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોવિડનું અને પ્રી મોન્સૂન પ્લાનિંગ અને ટેન્ડર પાસ કરી શાશક પક્ષે બહુમતીના જોરે મંજુર કરી 10 મિનિટમાં સભા પૂર્ણ કરી દીધી હતી.
પાલનપુર પાલિકા દ્વારા ફાયર સ્ટેશન ખાતે આવેલ ટાઉન હોલ પાસેના ટાઉન હોલ ખાતે શુક્રવારે પાલિકા પ્રમુખ હેતલબેન રાવલ અને ચિફ ઓફીસર સતિષ પટેલના અધ્યક્ષ સ્થાને સોશીયલ ડીસ્ટન્સ અને સેનિટાઇઝ સાથે સાધારણ સભા યોજવામાં આવી હતી.
જોકે, તેમાં વિરોધપક્ષ દ્વારા એજન્ડાના કામો ઉપર ચર્ચા કરવાની માંગણી વચ્ચે આગામી ચોમાસાને ધ્યાને મુદ્દાઓ તેમજ ગત વર્ષની સાધારણ સભાને બહાલી આપવાના સહીતના મુદ્દાઓનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવતા શાશક પક્ષ દ્વારા બહુમતીના જોરે મોટા ભાગના મુદ્દાઓ પર મંજુરીની મહોર મારી સભાને આટોપી લીધી હતી. જેનો ક્રોગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા સભાગૃહમાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
From – Banaskantha Update