ડીસામાં બે આખલાઓ લડતા લડતા 6 વર્ષના બાળકને ઘાયલ કર્યો, ડીસા સિવિલમાં ડોક્ટર હાજર ના મળતા પાટણમાં સારવાર અર્થે ખસેડાયો

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસામાં જાહેર રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. રખડતા ઢોરોને કારણે કેટલાય અકસ્માતો રોજના રોજ થતા હોય છે. રખડતા ઢોરોને કારણે કેટલાય માસુમ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમવ્યા છે. ડીસાના રહીશોની રખડતા ઢોરોને લઇ માંગ અને ફરિયાદો બાદ પણ ડીસા નગરપાલિકાએ આંખ આડે કાન કરી લીધા છે. આટલી ફરિયાદો બાદ પણ ડીસા નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે.

[google_ad]

[google_ad]

રખડતા ઢોરોના ત્રાસ વિષે વાત કરીએ તો આજે ડીસામાં પટનીવાસ નાળા આગળ બે આખલા લડાતા એક બાળકને ઘાયલ કરી લીધો હતો. ડીસામાં બે આખલાઓ લડતા લડતા બાળકને કચડી નાખ્યો. ઘાયલ બાળકને ભણસાલી હોસ્પીટલ, સાઈ બાબા મંદીર પાછળ, ડીસા સારવાર માટે લઈ જતાં ડોક્ટર હાજર ના મળતા ધારપુર સીવિલ હોસ્પીટલ, પાટણ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો.

[google_ad]

[google_ad]

આ ઘટનાની વિગતે વાત કરીએ તો, ડીસામાં રહીશો રખડતા ઢોરોના રોજના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આજે ડીસામાં પટનીવાસ નાળા આગળ બે આખલા લડાતા હતા ત્યારે કાર્તિક અશોકભાઈ વાઘેલા(ઉ.વ. 6) નામનો બાળક ઘાયલ થયો હતો. જોકે, તે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે તેના વાલી ડીસામાં ફર્યા પરંતુ ડોક્ટર હાજર ના મળતા તેને ધારપુર સીવિલ હોસ્પીટલ, પાટણ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

[google_ad]

ત્યારે બાળકના વાલીએ જણાવ્યુ હતું કે, ડીસા નગરપાલીકા દ્વારા આખલા, ગાયો રસ્તા પર રખડતી બંધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગ હું માંગ કરું છું. વધુમાં પીડિત બાળકના માતા જણાવ્યું હતું કે, ડીસા શહેરમાં શનીવાર – રવિવારનાં રોજ સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ડોક્ટર હાજર હોતા નથી માટે તાત્કાલીક સારવાર બાળકનો જીવ બચાવવા ધારપુર સીવિલ હોસ્પીટલ પાટણ ખાતે આવેલ હતાં સારવાર ચાલુ કરી દીધી હતી.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!