ડીસાના જૂનાડીસા નજીક બાઇક સ્લીપ ખાતાં યુવકનું મોત : એક ઘાયલ

- Advertisement -
Share

ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક શનિવારે બાઇક સ્લીપ બાઇક સવારો નીચે પટકાયા હતા. જેથી બંને યુવકોને સારવાર અર્થે 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

[google_ad]

 

જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અકસ્માતની વિગત એવી છે કે, ડીસા તાલુકાના આસેડા ગામમાં રહેતાં અનિલ બેચરાજી પ્રજાપતિ (ઉં.વ.આ.28) અને ડીસા તાલુકાના વાસણા (જૂ.ડી.) ખાતે રહેતાં મહેન્દ્રભાઇ અશોકભાઇ પ્રજાપતિ (ઉં.વ.આ. 27) શનિવારે બંને બાઇક સવારો વાસણા (જૂ.ડી.) થી ડીસા તરફ જઇ રહ્યા હતા. ત્યારે ડીસા-પાટણ હાઇવે પર આવેલ ડીસા તાલુકાના જૂનાડીસા નજીક અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ ખાઇ જતાં બંને બાઇક સવારો નીચે પટકાયા હતા.

[google_ad]

 

 

જેથી ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડાઇ હતી. યુવકના મોતથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

[google_ad]

 

જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!