મુખ્યમંત્રી રૂપાણીને સભા સંબોધતી વખતે અચાનક સ્ટેજ પર ઢળી પડ્યા

- Advertisement -
Share

થાક અને તણાવના કારણે મુખ્યમંત્રીનું બીપી લો થયાની શક્યતા : સારવાર આપતા મુખ્યમંત્રી સ્વસ્થ થયા હતા

 

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જંગમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. જો કે કોઈ અફવા પર ધ્યાન ન આપશો. મુખ્યમંત્રીની તબિયત હવે સારી છે. તેમનું બીપી લૉ થયું હતું. ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે.

 

 

વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. જેને પગલે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે.

ત્યાર બાદ વડોદરા એરપોર્ટથી તેઓ અમદાવાદ આવવા રવાના થયા છે. મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમની અમદાવાદની યુ.એન.મહેતામાં તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં ડોકટરોની ટીમને તૈયાર રાખવામાં આવી છે.

 

 

આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના ના નથી.

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદાની ચર્ચાઓ ઉઠી રહી છે.

 

 

લાલચ-છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે.

 

 

જોકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કાયદેસર પગલાં ભરવા માગે છે, હાલના ધર્મપરિવર્તનના કાયદામાં લવ-જેહાદનો દૃષ્ટિકોણ ઉમેરીને એને વધુ મજબૂત કરવા માગે છે.

 

 

રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા બાબતોના વિભાગને યુપી અને મધ્યપ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલા લવ-જેહાદવિરોધી કાયદાનો અભ્યાસ કરવા અને એની કાયદેસરતા તપાસવા માટે જણાવ્યું છે.

 

 

રાજ્ય સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય એ પહેલાં રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!