રોટરી કલબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સતત પર્યાવરણનો વિનાશ થઈ જતા ઋતુચક્રમાં પણ આમુલ પરિવર્તન આવ્યું છે તેમજ વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના ઉકેલ માટે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી લાગી રહ્યું છે. ત્યારે શનિવારે રોટરી કલબ ડીસા દ્વારા વિવિધ સ્થળે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજયા હતા.

[google_ad]

 

સતત સેવાકીય પ્રવુતિઓ સાથે સંકળાયેલ રોટરી કલબ ડીસા દ્વારા શનિવારે રોટરી ક્લબ ડીસાના નવ નિયુક્ત પ્રમુખ ડો. પ્રવીણભાઈ ઠક્કર દ્વારા આઈ.એમ.એ. ભવન,એસ.સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલ, અને રસાણા કોલેજ ખાતે એમ ત્રણ સ્થળે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વચ્ચે સમગ્ર ડીસા શહેરને રળિયામણું કરવા માટે અને વધુમાં વધુ વૃક્ષ વાવવાનો રોટરી કલબ દ્વારા દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે.

[google_ad]

શનિવારે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોટરી સેક્રેટરી ગોપાલ જોશી, પ્રોજેક્ટ ચેરમેન ડો. વિજયભાઈ સૈની, રમેશભાઈ પટેલ, મનોજભાઈ ત્રિવેદી, ડો. નવીનકાકા, નટુભાઈ પટેલ સહિત ઘણા બધા રોટરિયન મિત્રો હાજર રહ્યા હતા.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!