મહુવાના ડુંગરી ગામના પાંચ યુવાનોએ લૉકડાઉનમાં તૈયાર કર્યું ગાર્ડન ,દૂરદૂરથી લોકો આવે છે જોવા

- Advertisement -
Share

યુવાનોએ પ્લાસ્ટિકની બોટલો, તરોફા, બલ્બ, ટાયર, સાયકલની રીંગ, પથ્થરો, નળીયા જેવી વસ્તુઓ એકત્ર કરી તેને કલર કરી અલગ અલગ ડિઝાઈનો થકી ડુંગરી ગામમાં જ એક સરસ ગાર્ડન તૈયાર કર્યું છે.

[google_ad]

કોરોના ના કપરા કાળમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા લૉકડાઉનમાં મહુવા તાલુકાના ડુંગરી ગામના યુવાનોએ નવરાશના સમયનો સદુપયોગ કરી ગામમાં ગાર્ડન તૈયાર કર્યું છે. વેસ્ટનો ઉપયોગ કરી નહેરના કિનારે પ્રકૃતિના ખોળે રમણીય ગાર્ડન તૈયાર કરાયું છે. આજે આ ગાર્ડન યુવાધન માટે સેલ્ફી લેવાનું એક સ્થળ બની જવા પામ્યું છે. લોકો દૂરદૂરથી આ ગાર્ડનને નિહાળવા આવવા લાગ્યા છે.

[google_ad]

 

સુરત જીલ્લાના છેવાડે આવેલ તાલુકો એટલે મહુવા. આ તાલુકામાં સરકારે લોકો માટે એકેય ગાર્ડન તૈયાર કર્યું નથી, ત્યારે મહુવા તાલુકાના ડુંગરી ગામના પાંચ યુવાનોને લૉકડાઉનના સમયમાં ગાર્ડન તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. જે બાદમાં તેઓએ વેસ્ટ ભેગું કરી બેસ્ટ ગાર્ડન તૈયાર કર્યું છે. જેમાં પ્લાસ્ટિકની બોટલો, તરોફા, બલ્બ, ટાયર, સાયકલની રીંગ, પથ્થરો, નળીયા જેવી વસ્તુઓ એકત્ર કરી તેને કલર કરી અલગ અલગ ડિઝાઈનો થકી ડુંગરી ગામમાં જ એક સરસ ગાર્ડન તૈયાર કર્યું છે.

[google_ad]

 

ડુંગરી ગામ પ્રકૃતિના ખોળે વસેલું છે. ગામની સુંદરતા વધારતું આ ગાર્ડન નહેરના કિનારે તૈયાર કરાયું છે. યુવાનો દ્વારા ગાર્ડનના ફોટાઓ મૂકી ઇન્સ્ટાગ્રામ પર એક પેજ તૈયાર કરાયું છે. જેને પગલે સુરત અને તાપી જીલ્લાના યુવાનોમાં આ ગાર્ડન સેલ્ફી લેવાના સ્થળ તરીકે પ્રખ્યાત થયું છે. આજે દૂર દૂરથી લોકો ગાર્ડનની સુંદરતાને માણવા આવતા થયા છે.

[google_ad]

 

ડુંગરી ગામે યુવાનોએ ત્રણ મહિનાની મહામહેનતે આ ગાર્ડન તૈયાર કર્યું છે. આજે યુવાનોની મહેનત રંગ લાવી રહી છે અને આજુબાજુના તાલુકાના યુવાનો મોંઘા કેમેરા લઈ ડુંગરી ગામે ફોટોગ્રાફી કરવા આવતા જોવા મળે છે.

[google_ad]

 

ડુંગરી ગામના લોકો પણ નવરાશના સમયમાં આ ગાર્ડનમાં પરિવાર સાથે આવી બેસતા હોઈ છે. સાથે જ વર્ષગાંઠ જેવી નાની નાની ઉજવણીઓ પણ આ ગાર્ડનમાં કરવામાં આવે છે. આ ઉપરાંત યુવાનોએ નહેર કિનારે લોકોના ચાલવા માટે એક કુદરતી રિવરફ્રન્ટ પણ તૈયાર કર્યો છે. જેની આજુબાજુ સુંદર મજાના ફૂલ છોડ વાવવામાં આવ્યા છે.

[google_ad]

 

યુવાનોએ ગાર્ડન તૈયાર કરી ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવ્યું ત્યારે ફોલોવર્સ દ્વારા લોકો પાસે સેલ્ફી માટે એક કિંમત લેવા પણ જણાવાયું છે. જેને પગલે યુવાનોએ ગાર્ડનમાં એક દાનપેટી મૂકી છે. જેમાં યુવાનો પોતાની મરજીથી જે દાન આપવી હોઈ તે આપી શકે છે. તેમજ દાનમાં એકત્ર થયેલી રકમને ડુંગરી તેમજ આજુબાજુના ગામના ગરીબ વિદ્યાર્થીઓના ભણતર માટે ઉપયોગમાં લેવાનું પણ યુવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

From – Banaskantha Update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!