જુનાડીસા નજીક શનિવારે મોડી સાંજે ઇકો ગાડીના ચાલકે સામેથી આવી રહેલાં બાઇકને ટક્કર મારતાં જુનાડીસાના યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. જો કે, ઇકો ચાલક ગાડી મુકી ફરાર થઇ ગયો હતો.
જુનાડીસા ગામનો અને ડીસાના ડૉ. પ્રદ્યુમન અગ્રવાલની હોસ્પિટલમાં નોકરી કરતો ભાવેશ કાંતિભાઈ રાઠોડ શનિવારે મોડી સાંજે પોતાના GJ-08-CD-2266 નંબરના બાઇક પર ડીસા ખાતે નોકરી પર જઇ રહ્યો હતો.
જે દરમિયાન શતરા શહિદ નજીક પહોંચતા ડીસા તરફથી આવે રહેલી GJ-01-KJ-4313 નંબરની ઇકો ગાડીના ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે ગાડી હંકારી બાઇકને ટકકર મારી હતી. આથી મોટરસાયકલ ચાલક ભાવેશ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ યુવકના પરીવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જો કે, ઇકો ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો.

આ અંગે મૃતકના પિતરાઇ ધવલ મફતભાઈ રાઠોડે ડીસા તાલુકા પોલીસ મથકે ઈકો ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ બી.જે.ચાવડા ચલાવી રહ્યાં છે.
From – Banaskantha Update