એ.સી.બી. ની સફળ ટ્રેપથી ભાજપના 2 નગરસેવક સહીત 4 રૂ. 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

તળાવમાંથી માટી ઉપાડવા બાબતે મહીલા નગરસેવિકાના પતિ અને અન્ય બે નગરસેવકોએ લાંચની માંગણી કરી હતી : લાંચની રકમ લેવા સગીરવયના કિશોરને મોકલ્યો જેની પણ અટકાયત કરાઇ : અમદાવાદ એ.સી.બી. નો સફળ દરોડો

વિરમગામ તાલુકાના માંડલ ગામે અમદાવાદ એ.સી.બી.એ રૂ.20,000 ની લાંચ લેતાં વિરમગામ નગરપાલિકાના ભાજપના નગરસેવિકાના પતિ અને અન્ય બે નગરસેવક તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક એમ કુલ ચારને ઝડપી લીધા હતા. સુજલામ્‌-સુફલામ્‌ યોજના હેઠળ તળાવમાંથી માટી ઉપાડવા માટે લાંચની માંગણી કરી હતી. અગાઉ લાંચ પેટે મોબાઇલ પણ આપ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

[google_ad]

 

ભાજપના નગરસેવક સામે જ ભ્રષ્ટાચારની ફરીયાદ નોંધાતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વિરમગામ તાલુકાના ભોજવા નજીક માંડલ ગામની સીમમાં પવન ફાર્મમાં અમદાવાદ એ.સી.બી.ના પી.આઇ. એસ.એન. બારોટ અને તેમની ટીમે ફરીયાદને આધારે ગોઠવેલા છટકામાં રૂ. 20,000 ની લાંચ લેતાં વિરમગામ ભાજપના વોર્ડ નં. 1 ના મહીલા નગરસેવિકા કંચનબેન ઠાકોરના પતિ રતીલાલ ગાંડાભાઇ ઠાકોર, વોર્ડ નં. 1 ના ભાજપના નગરસેવક અજય રૂપસંગ ઠાકોર, વોર્ડ નં.1ના અન્ય નગરસેવક અનિલ વાડીલાલ પટેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ઝડપી લીધા હતા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, એ.સી.બી. માં ફરીયાદ કરનાર ફરીયાદી માટી કામમાં કોન્ટ્રાકટરનો ધંધો કરતાં હોય અને તેઓએ સુજલામ્‌-સુફલામ યોજના હેઠળ તળાવમાંથી માટી ઉપાડવાનું કામ રાખેલ હતું. જે કામ પેટે ભાજપના વોર્ડ નં. 1 ના નગરસેવક અજય રૂપસંગ ઠાકોર, અનિલ વાડીલાલ પટેલ, મહીલા નગરસેવિકા કંચનબેનના પતિ રતીલાલ ગાંડાભાઇ ઠાકોરે રૂ. 10,000 એમ કુલ 30,000 ની માંગણી કરી હતી.

[google_ad]

 

જે પૈકી ભાજપના નગરસેવક અનિલ પટેલને ફરિયાદીએ અગાઉ રૂ. 10,000 ની કિંમતનો મોબાઇલ આપ્યો હતો અને બાકીના રૂ.20,000 માટે નગરસેવિકાના પતિ અને અન્ય નગરસેવક અવાર-નવાર માંગણી કરતાં હોઇ જે અંગેની વાતચીત ફરીયાદીએ મોબાઇલમાં રેકોર્ડીંગ કરી લીધેલ હોઇ અને ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ એ.સી.બી.એ તેઓની ફરીયાદના આધારે અમદાવાદ એ.સી.બી.એ લાંચનું છટકું ગોઠવતાં ભાજપના નગરસેવકોએ પોતે લાંચ લેવા આવવાને બદલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને લાંચ લેવા મોકલ્યા બાદ તમામની એ.સી.બી.એ અટકાયત કરી છે.

[google_ad]

કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ઓબઝરવેશન હોમમાં મોકલવા તજવીજ હાથ ધરાઇ છે અને અન્ય આરોપીના રીમાન્ડ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના નગરસેવિકાના પતિ અને અન્ય બે નગરસેવકો લાંચના ગુનામાં ઝડપાઇ જતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ અંગેની વધુ તપાસ એ.સી.બી.ના મદદનીશ નિયામક અધિકારી કે.બી. ચુડાસમાના સુપર વિઝન ચાલી રહી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!