દાંતીવાડા નજીક ભૂસ્તર વિભાગની સરકારી ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ ઘાયલ

- Advertisement -
Share

દાંતીવાડા નજીક શનિવારે બનાસકાંઠા જીલ્લાની ભૂસ્તર વિભાગની સરકારી બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે 108 વાન મારફતે દાંતીવાડા સી.એચ.સી.માં ખસેડાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે દાંતીવાડા પોલીસને અકસ્માતની જાણ થતાં તેઓની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા નજીક શનિવારે બનાસકાંઠા જીલ્લાની ભૂસ્તર વિભાગની સરકારી બોલેરો ગાડીએ બાઇકને જોરદાર ટક્કર મારતાં ત્રણ સવારો નીચે પટકાયા હતા. જેમાં ત્રણ બાઇક સવારોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે 108 વાન મારફતે દાંતીવાડા સી.એચ.સી.માં ખસેડાયા હતા.

 

 

 

અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે ગાડીને ભારે નુકશાન થયું હતું. જોકે, ભૂસ્તર વિભાગના અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો. આ અંગે દાંતીવાડા પોલીસને અકસ્માતની જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે દાંતીવાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!