ડીસાના ધનાવાડાથી ટેટોડા સુધીનો અધુરો રોડ પુરો કરવા માંગ

Share

ડીસા તાલુકાના ટેટોડાથી ધનાવાડા સુધીનો રોડ મંજૂર થયો હતો પરંતુ તંત્ર દ્વારા ટેટોડાની હદ સુધી રોડ બનાવીને અધુરો છોડી દેવામાં આવ્યો છે. જેથી ધનાવાડાના ગ્રામજનોએ અધુરા રોડની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે.

[google_ad]

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક ગામથી બીજા ગામ અને તાલુકાને જોડતાં રસ્તાઓ બનાવવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ડીસા તાલુકાના ટેટોડાથી ધનાવાડા સુધીનો પાકો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો.

[google_ad]

જેથી ગત તા. 6 નવેમ્બર 2020ના રોજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ટેટોડાથી ધનાવાડા સુધીના નવિન રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રોડની કામગીરી તો શરૂ કરવામાં આવી હતી પરંતુ ધનાવાડા ગામ સુધી બનાવવાની જગ્યાએ ટેટોડાની હદ સુધી બનાવીને અધુરો છોડી દેવામાં આવ્યો હતો.

[google_ad]

આ અંગે ધનાવાડાના દિનેશ નીલાભાઇ દેસાઇ એ જણાવ્યું હતું કે, “ટેટોડાથી ધનાવાડા સુધીનો રોડ મંજૂર થયો હતો પરંતુ કોઈ કારણોસર રસ્તો બનાવવાનો અંધુરો રાખવામાં આવ્યો છે. હાઇસ્કુલ અને સરકારી દવાખાનું પણ ટેટોટો ખાતે આવેલ હોઇ રસ્તાના અભાવે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યાં છે. જેથી તંત્ર દ્વારા સત્વરે અધુરા રોડની કામગીરી પુરી કરવી જોઈએ.”

 

From – Banaskantha Update


Share