દિયોદરના રેલ્વે ફાટક નજીક ગુરૂવારે ઇકો ગાડી અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં સવાર બંને લોકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જોકે, ઇકો ગાડીનો ચાલક રોંગ સાઇડમાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.
[google_ad]
આ અકસ્માતની વિગત એવી છે કે, દિયોદરના રેલ્વે ફાટક નજીક ઇકો ગાડી અને સ્વીફ્ટ કાર નં. GJ-08-BS-7908 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં સવાર મહીલા અને બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેમાં બંને વાહનોને ભારે નુકશાન થયું હતું. જોકે, ઇકો ગાડીનો ચાલક રોંગ સાઇડ આવતા અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.
[google_ad]
[google_ad]
From – Banaskantha Update