ગુજરાતના ગ્રામ પંચાયત બોર ઓપરેટરોએ કલેકટર, ડી.ડી.ઓ. અને સાંસદને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટરો પણ હવે સરકાર સામે હવે બાંયો ચડાવી છે. વર્ષોથી નજીવા માનદ વેતનમાં 24 કલાક કામ કરતાં બોર ઓપરેટરોને પણ સમાન વેતનમાં આવરી લેવામાં આવે તેવી માંગ સાથે બુધવારે ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટરોએ બનાસકાંઠા જીલ્લા કલેકટર , જીલ્લા વિકાસ અધિકારી અને સાંસદને રૂબરૂ મળી આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી હતી. ઓપરેટરોની માંગ છે કે, ગુજરાતના તમામ ઓપરેટરોને સમાન વેતનમાં આવરી લેવામાં આવે. સરહદી અને અંતરીયાળ ગામડાઓમાં જઈને પણ ઓપરેટરો સામાન્ય સ્થિતિ હોય કે પછી કોરોના જેવી મહામારી, ઉનાળાનો ધોમધખતો તાપ હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસામાં વરસતો વરસાદ કે કોઈપણ ઋતુ કે પરિસ્થિતિમાં પણ ઓપરેટરો 24 કલાક ફરજ બજાવતા હોય છે. તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓને રૂ.1500 જેટલું સામાન્ય માનવી વેતન આપવામાં આવે છે. ત્યારે ગુજરાતના તમામ ઓપરેટરોની શોષણ થતું અટકાવે અને તેઓને સમાન વેતન ધારા મુજબ લઘુતમ વેતન આપવામાં આવે તેવી માંગ સાથે બુધવારે તમામ ઓપરેટરોએ રજૂઆત કરી છે.

[google_ad]

ઓલ ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટર પ્રમુખ ઠાકોર શિવરામભાઈએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના બોર ઓપરેટરની માંગ માટે આવેદનપત્ર જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારીને આપીએ છીએ તેમજ બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલને આવેદનપત્ર આપ્યું છે તમને એક વાત કરી છે કે, ગુજરાતના તમામ બોર ઓપરેટરો ગ્રામ પંચાયતના 14 હજારથી વધુને ન્યાય મળે, બીજી રજૂઆત એ પણ છે જો અમારી રજૂઆતો નહીં સાંભળો તો આગામી સમયમાં ધરણા કરવામાં આવશે.

[google_ad]

 

આ અંગે બોર ઓપરેટર વાસુભાઈએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતનું બોર હું ચાલુ કરું છું છેલ્લા 10 વર્ષથી ચાલુ કરવાનું કામ હોય છે સવારના છ વાગે છે કે રાત્રિના 12 વાગ્યે હોય કે ગામમાં કોઈપણ પ્રસંગ હોય પછી વરસાદ હોય તો રાત્રિના કરંટ લાગવાનો ડર પણ લાગતો નથી. ચાલુ બંધ કરવા જવું પડતું હોય છે દિવાળી હોય કે કોઈપણ સમયે રજા મળતી નથી. માત્ર રૂ.1500 માં પાણી ચાલુ કરવાનું હોય છે. રાત-દિવસ 24 કલાક સેવા પૂરી પાડીએ છીએ. માત્ર રૂ.1500 અમારું ઘરનું ગુજરાન ચલાવે તેવી પરિસ્થિતિ નથી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!