માતાજીને ધજા ચઢાવા ગયેલ પરિવારનો નડ્યો ઘમ્ખ્વાર અકસ્માત : 2ના મોત, બાળકો સહિત 4ને ઈજા

- Advertisement -
Share

કડીનાં ચડાસણા પાટિયા પાસે લકઝરી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે સોમવારે સાંજે લકઝરીની ટક્કરે રિક્ષા પલટી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય 4 લોકો ઘાયલ. નંદાસણ પોલીસે લકઝરી ચાલકને ઝડપી પાડીને તેની સામે ગુનો નોંધ્યો છે.

 

 

 

 

અમદાવાદમાં રહેતો પરિવાર પોતાના વતન ચાણસ્માના રૂપપુર ગામે માતાજીને ધજા ચઢાવવા ગયો હતો. ત્યાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે અમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે સોમવારે સાંજે લકઝરીની ટક્કરે રિક્ષા પલટી ખાતાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બાળકો સહિત 4ને ઈજા થઇ હતી. હાલ ઇજાગ્રસ્તોને કલોલની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા છે. જ્યારે મૃતદેહોનાં પીએમ માટે નંદાસણ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા છે.

 

 

 

 

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાબરમતી સ્થિત ગણેશનગર ખાતે રહેતા રૂપપુરના વતની રાવળ શંભુભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સાથે સોમવારે રિક્ષા (GJ 01 PY 5362)માં રૂપપુર ખાતે માતાજીની ધજા ચઢાવીને પરત ફરી રહ્યાં હતા. તેઓ પરત પોતાના ઘરે અમદાવાદ આવી રહ્યાં હતા. ત્યારે સાંજના નંદાસણથી આગળ છત્રાલ તરફ જતા રોડ પર ચડાસણા પાટિયા નજીક સામેથી આવતી લકઝરી બસે (GJ 02 XX 5959) રિક્ષાને ટક્કર મારતાં રોડની બાજુમાં ચોકડીમાં પલટી ખાઈ ગઈ હતી.

 

 

 

 

આ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર શંભુભાઈ રાવળ અને તેમની પુત્રવધૂ આશાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે શંભુભાઈના પુત્ર, પત્ની અને પૌત્ર, પૌત્રીઓ સહિત 4ને ગંભીર ઈજા થતાં કલોલ સારવાર માટે ખસેડાયા હતા.

 

 

 

 

આ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર શંભુભાઈ રાવળ અને તેમની પુત્રવધૂ આશાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે શંભુભાઈના પુત્ર, પત્ની અને પૌત્ર, પૌત્રીઓ સહિત 4ને ગંભીર ઈજા થતાં કલોલ સારવાર માટે ખસેડાયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!