ડીસાના શુભમ પાર્ટી પ્લોટ હાઇવે રોડ નજીકથી 29 બકરા ભરેલ ટ્રક ઝડપાઇ

- Advertisement -
Share

ડીસાના શુભમ પાર્ટી પ્લોટ હાઇવે રોડ નજીક રાત્રીના જીવદયા કાર્યકરોએ ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જતાં 29 બકરા ભરેલ ટ્રકને ઝડપી પાડ્યું હતું. જ્યારે આ અંગે ડીસા દક્ષિણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

ડીસાના શુભમ્ પાર્ટી પ્લોટ હાઇવે રોડ નજીકથી સોમવાર રાત્રે એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે અબોલ પશુઓને કતલખાને લઇ જવામાં આવતા હોવાની શંકાના આધારે જીવરાજભાઇ હરીજી માળી, પ્રતિકભાઇ દિલીપભાઇ રાઠોડ તથા રોહીતભાઇ સુરેશભાઇ મહેતાએ હાઇવે રોડ નજીક ઉભેલ ટ્રકમાં પશુઓ ભરેલ હોવાની શંકા જતાં તેઓએ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરી હતી.

 

 

જ્યારે પોલીસ સ્થળ ઉપર આવે ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાંથી 29 બકરા ઘાસચારા અને પાણીની સગવડ વગર ભરેલ મળી આવ્યા હતાં. જેથી પોલીસે ટ્રકનો ચાલક જબ્બારખાન ફતેહખાન નાગોરી તથા સાબીદભાઇ ઇસ્માઇલભાઇ મુમન તથા એઝાદમલેક બાબુભાઇ મલેક તથા વાહિદમિયા યુનુસમિયા કાઝીને ઝડપી પાડ્યા હતાં.

 

 

તેમજ 29 બકરા રાજપુર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતાં. આથી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જીવરાજભાઇ હરીજી માળીએ ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!