ડીસામાં ગેમની લતે 12 વર્ષના કિશોરને ગુનેગાર બનાવ્યો : ગેમમાં પૈસા નાખવા ઘરમાંથી રૂ. 60 હજાર ચોર્યા

- Advertisement -
Share

ડીસાના લાલ ચાલી વિસ્તારમાં એક કિશોરે મોબાઈલમાં ફ્રીફાયર ગેમ રમવા પોતાનું અને મિત્રોનું રિચાર્જ કરવા માટે ઘરમાંથી રૂ. 60 હજારની ચોરી કરતાં ચકચાર મચી છે. ઘરમાં પૈસાની ચોરી થતાં દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો. જ્યાં બનાસકાંઠા 181 અભયમની ટીમ ગઇ ત્યારે ફ્રી ફાયર ગેમ રમવા પોતાનું અને મિત્રોનું ટોપઅપ કરવા માટે ખુદ દેરાણીના 12 વર્ષના પુત્રએ જ તિજોરીમાં પડેલા રૂપિયા 60,000ની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. અંતે 181 દ્વારા પરિવાર વચ્ચે સમાધાન કરાવી ગેમ ડીલીટ કરી અભ્યાસમાં ધ્યાન આપવા માટે સમજાવવામાં આવ્યા હતા.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

બનાસકાંઠા 181 અભયમ હેલ્પલાઇનના કાઉન્સિલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, ડીસાના લાલચાલી બાગ વિસ્તારમાં રહેતા પરિવારની દેરાણી રાખીબેનના ઘરમાં પડેલા રૂપિયા 60 હજારની ચોરી થઈ હતી. આ ચોરી એમના જેઠાણી હેતલબેને કરી હોવાના આક્ષેપો કરતા બંને દેરાણી-જેઠાણી (બંને નામ બદલેલ છે) વચ્ચે ઝઘડો થયો હતો.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

આથી હેતલબેને 181માં કોલ કરતા હેડ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે ત્યાં ગયા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન રાખીબેનના પુત્ર ફ્રી ફાયર ગેમમાં તેનું અને તેના ચાર મિત્રોનું ટોપઅપ કરાવવા માટે આ પૈસાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં પાંચ મિત્રો અને પરિવારજનોને હવે પછી ગેમ ડીલીટ કરી અભ્યાસમાં ધ્યાન આપવા માટે સમજાવી બંન્ને પરિવાર વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.

 

 

ફ્રીફાયર રમતમાં ટોપ અપ કરવા નકલી ડાઈમંડ ખરીદવા ખરા પૈસા નાખવા પડે છે.

 

 

લાલચાલી વિસ્તારમાં રહેતા પરિવારના કાકા – બાપા તેમજ વાસમાં રહેતા 12 થી 16 વર્ષના પાંચ મિત્રોને ફ્રીફાયર ગેમનો ચસ્કો લાગ્યો હતો. જેમાં જુદા જુદા લેવલ મેળવવા માટે ટોપઅપ કરવા માટે નાણાંની જરૂર પડતી હોવાથી રાખીબેનનો પુત્ર ઘરમાં તિજોરી ખુલ્લી રહેતી હોવાથી નાણાંની ચોરી કરી ગેમમાં પોતાનું અને મિત્રોનું ટોપઅપ કરાવતો હોવાનું કબુલ્યું હતું.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

પોતાના બાળકો ઘરમાં બેઠા અભ્યાસ કરી શકે તે માટે ગરીબ પરિવારો દેવું કરીને પણ તેમને મોબાઇલ ખરીદી આપે છે. જોકે, કેટલાક કિશોર-કિશોરીઓ આ મોબાઇલનો દુરૂપયોગ કરી ગેમ રમવી, અશ્લિલ વેબસાઈટ સર્ફિંગ કરવી સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે તેમના માટે લાલબત્તી સમાન છે. માતા પિતાએ પોતાના બાળકો અને મોબાઈલ ઉપર ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.

 

 

ફ્રીફાયર ગેમ

 

 

ફ્રીફાયર ગેમ રમતા કિશોરો આખી રાત જાગે છે. પોતાના ગામ તેમજ બીજા ગામના મિત્રો સાથે ચેલેન્જ કરી સામસામે ઓનલાઇન ગેમ રમતા હોય છે. જેમાં મેસેજ દ્વારા ચેટિંગ પણ કરવામાં આવે છે. દરમિયાન આઈડી ખરીદવા અને જુદા જુદા લેવલ (ગોલ્ડ, સિલ્વર) તેમજ ગેમના કેરેક્ટર પસંદ કરવા માટે 4થી 10 હજાર ખર્ચવા પડે છે જે આ ગેમ રમતા કિશોર-કિશોરીઓ પાસે ના હોવાથી તેમના માતા-પિતા પાસેથી રકમ લેતા હોય છે અથવા તો ચોરીના રવાડે ચડી જાય છે. ગેમ રમતા બાળકોના અનુસાર ગેમ રમતા ઓછું આવડતું હોય તેને નુંબડા કે બોટ કહીને બોલાવે છે અને જે હોશિયાર હોય એને પ્રો પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!