સત્ય નહિ લાગે, પરંતુ 0% ના ખર્ચની ખેતી કરી લાખોની કમાણી કરે છે આ ખેડૂત

- Advertisement -
Share

ધીરુભાઈ એ પોતાના ખેતરમાં મગફળી કપાસ સહીત અનેક નું વાવેતર કર્યું પણ નુકશાન થતાં અને ખર્ચ વધી જતાં તેમણે અનોખી ખેતી કરવાનું વિચાર્યું.

માન્યામાં નહી આવે પણ સાચું છે!!! 0 % ના ખર્ચની ખેતી કરી લાખોની કમાણી કરે છે આ ખેડૂત
આપે અનેકવાર ખેડૂત આ મોઢે સાંભળ્યું હશે કે ખેતી ખુબ મોંઘી અને ખર્ચાળ બની ત્યારે જૂનાગઢ ના ધંધુસર ગામના ખેડૂતે 0 % ના ખર્ચની ખેતી કરી એ પણ મલબારી લીમડાની જેમાં એક રૂપિયાના ખર્ચ વગર 5 વર્ષે લાખો રૂપિયાનીની કમાણી કરશે.

 

 

જૂનાગઢ વંથલી તાલુકાના ધંધુસર ગામના ખેડૂત ધીરૂ ભાઈ દીવરાણીયાના ખેતરના જેને પોતાની 14 વીઘા જમીનમાં 2500 જેટલા મલબારી લીમડાનું વાવેતર કર્યું હતું. મલબારી લીમડાની ખેતીમાં રાજ્ય સરકાર 24 રૂપિયા સબસીડી આપે છે. તેની સામે મલબારી લીમડા ના વાવેતરમાં એક રોપાની કિંમત 15 રૂપિયા આસપાસ થાય છે.

 

ત્યારે મલબારી લીમડાનું ઝાડ 4 થી 6 વર્ષમાં 30 ફૂટ ઊંચું વૃક્ષ બને છે અને થડ પણ 3 ફૂટ ઝાડુ થાય છે. ખેડૂતે માત્ર લીમડાની ઊંચાઈ વધે તેમ તેની આસપાસની ડાળીઓનું કટીંગ કરવા સીવાઈ અન્ય કોઈ ખર્ચ થતો નથી. કોઈ રાસાયણીક ખાતર કે અન્ય કોઈ દવાનો છટકાવ કરવામાં આવતો નથી અને માલબારી લીમડાના ઝાડમાંથી પ્લાઈવુડ બને છે અને તેની બજાર કિંમત ખુબ ઊંચી છે.

ત્યારે ધીરુભાઈએ પોતાના ખેતરમાં મગફળી કપાસ સહીત અનેક નું વાવેતર કર્યું પણ નુકશાન થતાં અને ખર્ચ વધી જતાં તેમણે અનોખી ખેતી કરવાનું વિચાર્યું. ત્યારબાદ મલબારી લીમડાની ખેતી કરી આજે તેના ખેતર ના 14 વીઘા જમીનમાં ત્રણ વર્ષના મલબારી લીમડા જોવા મળી રહ્યા છે અને ઝાડના થડ પણ મોટા થઇ ગયા છે. ત્યારે ધીરુભાઈ એ પરંપરાગત ખેતી ની સાથે અનોખી ખેતી કરી અને 40 થી 50 લાખ ની કમાણી કરશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!