ડીસાના ડોક્ટરે મ્યુકોરમાઈકોસીસના વધતા કહેર સામે 52 સફળ ઓપરેશ કરી દર્દીઓને બચાવ્યા

- Advertisement -
Share

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસની બીજી લહેર બાદ મ્યુકોરમાઇકોસીસ નામના રોગે પણ હડકંપ મચાવ્યો હતો. ત્યારે આવા જીવલેણ અને ગંભીર બીમારીમાં પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 52 જેટલા સફળ ઓપરેશન કરી ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબે અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

 

 

 

સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસની બીજી લહેર વિકરાળ સાબિત થઇ હતી લોકોના વધેલા સંક્રમણના કારણે સતત કોરોનાવાયરસના કેસમાં વધારો થયો હતો વધતાં જતાં કોરોના કેસના કારણે તમામ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ જવા પામી હતી અને જેના કારણે અનેક દર્દીઓને સમયસર સારવાર પણ મળી ન હતી જેના કારણે અનેક દર્દીઓ ના મોત નિપજયા હતા વધતાં જતાં કોરોના કેસના કારણે સૌથી વધુ ઓક્સીજનની અછત સર્જાઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસની બીજી લહેર લોકો માટે આફતરૂપ સાબિત થઇ હતી ચારે બાજુ માત્રને માત્ર કોરોના દર્દીઓ જોવા મળતા હતા ત્યારે કોરોના કાળનો સમય પૂર્ણ થાય એની સાથે જ મ્યુકોરમાઇકોસીસના કેસ સામે આવવા લાગ્યા હતા. માંડ માંડ કોરોનાના કેસોમાં ઘટાડો દેખાયો તેવામાં ગુજરાતમાં ફરી એક વાર આફતરૂપ મ્યુકોરમાઇકોસીસના કેસ આવતા ફરી એકવાર લોકો ભયમાં આવી ગયા હતા.

 

 

 

એક બાદ એક મ્યુકોરમાઇકોસીસના કેસ આવતા ગુજરાત સરકાર પણ ચિંતામાં મુકાઇ હતી કારણકે મ્યુકોરમાઇકોસીસની સારવાર દર્દીઓ માટે પીડાદાયક હતી અને બીજી તરફ આ બીમારીમાં દવાનો ખર્ચો લાખો રૂપિયા થતો હોવાથી દર્દીઓ પણ ચિંતામાં મુકાયા હતા.

છેલ્લા 15 મહિનાથી કોરોનાવાયરસ નામની મહામારી સમગ્ર દુનિયામાં તેનો કહેર મચાવી આવી રહી છે તેમાં પણ કોરોના વાયરસની બીજી લહેરમાં તો લોકો કોરોનાના નામથી પણ ફફડી ઉઠયા હતા આટલું ઓછું હોય તેમ કોરોના થયા બાદ ઉંમરલાયક, બી.પી, ડાયાબિટીસ વાળા દર્દીઓને દવાની સાઇડ ઇફેકટના કારણે મ્યુકોરમાઇકોસીસ નામનો જીવલેણ રોગે ગંભીર પરિસ્થિતિ પેદા કરી હતી.

 

 

 

આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ડીસાની એક ખાનગી હોસ્પિટલના ડો. મનોજ અમીને 52 જેટલા લોકોના જીવ બચાવ્યા હતા. કોરોનાવાયરસની બીજી લહેરમાં ઉંમરલાયક અને ડાયાબિટીસ જેવી બીમારી વાળા દર્દીઓ જ્યારે કોરોનાની દવાની સાઈડ ઈફેક્ટ થાય ત્યારે તેઓને મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ થવાની શક્યતા વધી જાય છે અને મ્યુકોરમાઇકોસીસ થયા બાદ તાત્કાલિક તેનું ઓપરેશન કે સારવાર કરવામાં ન આવે તો કે જીવલેણ સાબિત થઇ શકે છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી આવા 200થી પણ વધુ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે દોઢ મહિના અગાઉ જ્યારે મ્યુકોરમાઇકોસીસ તેની ચરમસીમાએ હતો ત્યારે તેના સારવારમાં સૌથી વધુ ઉપયોગી એવી ઇન્ફોટેરેસીન બી ઇન્જેક્શન પણ ઉપલબ્ધ ન હતા અને તેવામાં લોકોના જીવ કઈ રીતે બચાવવો તે પણ એક મોટો સવાલ હતો.

 

 

 

તેવામાં ડીસાના ડોક્ટર મનોજ અને ગાંધીનગર ખાતે એક હોસ્પિટલમાં ફરજ બજાવી હતી અને તેઓએ ત્યાં સૌથી વધુ 52 દર્દીઓના ઓપરેશન કરી તેઓને મ્યુકોરમાઇકોસીસ નામના રોગમાંથી ઉગાર્યા હતા. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ સફળ ઓપરેશન કરનાર ડો. મનોજ અમીને તે સમયની પરિસ્થિતિ વિશે વધુ જાણકારી આપી હતી.

ડોક્ટર મનોજ અમીને મ્યુકોરમાઇકોસીસ અસરગ્રસ્ત 200થી પણ વધુ દર્દીઓના નિદાન કર્યા હતા અને 52 જેટલા દર્દીઓની સર્જરી કરી નવજીવન બક્સયું હતું પરંતુ તે સમયની સ્થિતિની વાત કરતાં ડૉકટરે જણાવ્યું હતું કે, તેમના 25 વર્ષના કારકિર્દીના સમયમાં આટલો ખરાબ સમય તેઓએ ક્યારેય જોયો ન હતો સતત 13થી 14 કલાક કામ કરવા છતાં પણ તેઓ હંમેશા દુઃખી રહેતા હતા.

 

 

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓનું નિદાન અને સર્જરી કરનાર ડોક્ટર મનોજ અમીને તે સમયની ભયાવહ સ્થિતિ અંગે જાણકારી આપી હતી અને હવે કોરોનાની ત્રીજી લહેર માટે પણ લોકોને સાવચેત રહેવા માટે તેમજ સાવચેતી એ જ સલામતી માટે લોકોને જાગૃત રહેવા સલાહ આપી હતી. તો આ તરફ મ્યુકોરમાઇકોસીસની સારવાર લઈ સાજા થયેલા દર્દીઓ પણ ડોક્ટરનો આભાર માની રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!