પાલનપુર-ડીસા હાઇવે પર અકસ્માત સર્જી વેપારી સાથે લૂંટ ચલાવનાર 6 શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

પેઢીમાં નોકરી કરનાર કર્મચારીએ જ પ્લાન બનાવ્યો : લૂંટમાં વપરાયેલી ઇકો ગાડી અને રોકડ સહીત રૂ. 5,72,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

 

બનાસકાંઠામાં પાલનપુર-ડીસા નેશનલ હાઇવે પર 2 દિવસ અગાઉ સ્કોર્પિયો ગાડીને ઇકો ગાડીથી ટક્કર મારી ટોળકીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ગાડી ચાલકની આંખમાં મરચુ નાખી રૂ. 6,00,000 ભરેલો થેલો ઉઠાવી ગયા હતા.
આ મામલે એલ.સી.બી. સહીત સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ઘટનાને અંજામ આપનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરમાં મહાવીર ટ્રેડર્સ નામની દુકાનના માલિક રીતીક જૈન પોતાની સ્કોર્પિયો ગાડી લઇને 2 દિવસ અગાઉ પાલનપુરથી ડીસા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન કુશ્કલ ગામના પાટીયા નજીક અચાનક એક ઇકો ગાડીએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાને પગલે સ્કોર્પિયો ચાલક ગાડીમાંથી બહાર આવે તે પહેલાં જ ઇકો ગાડીમાંથી ઉતરેલી ટોળકીએ સ્કોર્પિયો ગાડીના ચાલકની આંખોમાં મરચાની ભૂકી નાખી હતી અને લાકડી વડે માર માર્યો હતો. જે બાદ બાજુમાં પડેલા રૂ. 6,00,000 ભરેલો થેલો આંચકી લૂંટ કરી હતી.

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહીત જીલ્લા એલ.સી.બી.ની ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત સ્કોર્પિયો ચાલકને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રીસોર્સીસની મદદથી તપાસ કરતાં આખરે આ ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
મહાવીર ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતાં કર્મચારીએ જ આ આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે લૂંટનું આયોજન કરનાર કર્મચારી સહીત 6 શખ્સોની અટકાયત કરી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘આ ટોળકીની મોડેસ ઓપરેન્ડી જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં લૂંટને અંજામ આપનાર બીજું કોઇ નહીં પરંતુ પેઢીમાં નોકરી કરનાર કર્મચારી જ હતો.
જેતુભા ડાભી નામનો વ્યક્તિ રીતીક જૈનની મહાવીર ટ્રેડર્સમાં નોકરી કરે છે અને તેને જ તેના અન્ય સાગરીતો સાથે મળી લૂંટ આચરી હતી. આ મામલે પોલીસે અત્યારે 6 આરોપીઓ સહીત લૂંટમાં વપરાયેલી ઇકો ગાડી અને રોકડ સહીત રૂ. 5,72,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!