એ.સી.બીનાં સફળ ટ્રેપથી પી.એસ.આઇ.ના ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો, મહિલા પી.એસ.આઈ. ફરાર

- Advertisement -
Share

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ રુશવત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવી મહિલા પી.એસ.આઇ.ના ડ્રાઈવર લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે, જ્યારે મહિલા પી.એસ.આઇ. ભાગી છૂટયા હતા.

 

જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી એસીબીની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા છે. જ્યારે મહિલા પી.એસ.આઈ. ફરાર થઈ ગયા હતા.

 

 

જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના વર્ગ-3ના મહિલા પી.એસ.આઇ યુ.આર.ભટ્ટ દ્વારા એક વ્યક્તિ પાસે તેની સાળીને કોઈ વ્યક્તિ ભગાડી ગયો હતો.જેની તપાસ દરમ્યાન તેના ખર્ચ માટે 5000ની માંગણી કરી હતી.

 

 

જે અંગે લાંચરૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર એ. ડી. પરમારે સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું.

 

 

આ છટકામાં મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટ વતી મહિલા પોલીસ સ્ટેશનના લોકરક્ષક દળના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલાને લાંચની માંગણીની રકમ પાંચ હજાર સ્વીકારતા જ ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચ પેટે સ્વીકારેલ 5000 રૂપિયાની રિકવરી પણ કરી હતી.

જામનગરમાં એસ.પી. કચેરી અને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક જ આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં એ.સી.બીની રેઇડથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જોવા મળી હતી. આ સમગ્ર પ્રકરણની વિગતો અનુસાર ફરીયાદીના સાળીને કોઈ શખ્સ ભગાડીને લઇ ગયેલ અને તેની તપાસ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ દ્વારા ચલાવવામાં આવતી હતી.

જેથી પોલીસ સ્ટેશન ખાતે અવાર નવાર બોલાવી ફરિયાદી પાસે તેમની સાળીના કેસની વ્યવસ્થિત તપાસ કરેલ તેના ખર્ચા પેટે રૂ.5000/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એ.સી.બીનો સંપર્ક કરતા, ફરિયાદીની ફરિયાદ આધારે એ.સી.બી.એ લાંચનું છટકું ગોઠવતા, મહિલા પી.એસ.આઈએ ફરિયાદીને લાંચના રૂ.5000/- તેના ડ્રાઈવરને આપવા માટે કહેવામાં આવ્યું હતું અને ફરિયાદી પાસે લાંચની રકમ લેવા જતા રંગેહાથ ડ્રાઇવર ઝડપાઇ ગયો હતો.

જોકે, આ દરમિયાન મહિલા પી.એસ.આઇ. ભટ્ટ ભાગી છૂટયા હતા. જેથી એસીબીની ટુકડીએ મહિલા પી.એસ.આઈ.ને ઝડપવા માટે પોલીસ સ્ટેશન ઉપરાંત તેના રહેણાંક મકાને અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરતા તેઓ મળી આવ્યા નથી જેને ઝડપવા માટે હાલ ચક્રો ગતિમાન કર્યા છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!