ડીસાના ચંદાજી ગોળીયામાં ઠપકો આપતાં મહીલા પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામમાં માતાને ધોકો મારતાં 4 શખ્સોને ઠપકો આપવા ગયેલા પુત્ર સાથે પણ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામમાં રહેતાં ગોવિંદજી છગનજી માળી સોમવારે કામકાજ અર્થે દાંતીવાડા ગયા હતા. ત્યારે તેમના પિતાનો ફોન આવેલો કે, મોરથલ ગોળીયા
ગામના ડામરાજી કપુરજી માળીએ તારી માતા ડાહીબેનને ધોકા વડે માર માર્યો છે અને તેમના પત્ની અળસીબેન ડામરાજી માળી, અનિલ ડામરાજી માળી અને લાધાજી કપુરજી માળીએ અમારી સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો છે.

 

જેથી તેઓ ઘરે આવી ડામરાજીના ઘરે જઇ ઠપકો આપવા જતાં ગોવિંદજી સાથે પણ ઝઘડો કરી છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે ગોવિંદજી માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!