માલગઢના દ્વારકાધીશ હવેલી મંદિરમાં તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો

Share

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં શ્રી દ્વારકાધીશ હવેલી મંદિરમાં છઠ્ઠો ભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શુક્રવારે સવારે પાટે બેસાડવાનું મૂર્હુત શાલીગ્રામજી અને તુલસીજીનો કાર્યક્રમ યોજાયો હતો.

[google_ad]

જ્યારે શુક્રવારે રાત્રે દાંડીયા રાસ યોજાયા હતા. જેમાં ભાવિક ભક્તો દાંડીયા રાસમાં મોડી રાત સુધી ઝૂમી ઉઠયા હતા. જ્યારે રવિવારે બપોરે વાજતે-ગાજતે ડી.જે. ના તાલે સમગ્ર ગામમાં ભાવિક ભક્તો ઝૂમી ઉઠયા હતા.

[google_ad]

જ્યારે રવિવારે સાંજે દ્વારકાધીશ હવેલી મંદિરથી શાલીગ્રામજી ભગવાનની જાન જોડી ઢોલ નગારા અને નાચ ગાન બાદ તુલસીજી સાથે વિવાહ યોજાયા હતા.

[google_ad]

આ પ્રસંગને સફળ બનાવવા કન્યા પક્ષના દાતાઓ તેમજ મામેરાના દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવામાં આવી હતી. જેમાં ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. જ્યારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.

[google_ad]

આ પ્રસંગે શ્રી દ્વારકાધીશ હવેલી મંદિરના સંચાલક, શ્યામ સુંદર મિત્ર મંડળ, માલગઢ યુવા સંગઠન મિત્ર મંડળ, ભાઇ-બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી.

From – Banaskantha Update


Share