દાંતા અને કાંકરેજના વેપારીઓને ફૂડ વિભાગે દંડ ફટકાર્યો

- Advertisement -
Share

 

બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે દાંતા અને કાંકરેજના નાના વેપારીઓ પાસેથી હળદર, મીઠો માવો, ઘી અને ચોળીના સેમ્પલ લઇ પરીક્ષણમાં મોકલતાં તે ગુણવત્તા વગરના નીકળ્યા હતા.

 

જેથી ફૂડ સેફ્ટી વિભાગે દંડાત્મક કાર્યવાહી કરી રૂ. 27,000 થી રૂ. 21,000 સુધીના દંડ અલગ-અલગ એકમોને ફટકારવામાં આવ્યા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર જીલ્લા સેવા સદન ભાગ-2 સ્થિત આવેલી કચેરી દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાઇ હતી.

 

જ્યારે કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ફૂડ સેફ્ટી ઓફીસર પી.એસ.ચૌધરી અને એમ.એલ. ગુર્જર દ્વારા દાંતા, કાંકરેજ તાલુકાના તાંણા અને શિહોરી ગામમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. દાંતાની પ્રવિણભાઇ કાનાભાઇ પ્રજાપતિની

 

રામદેવ મસાલા પેઢીમાંથી હળદરના સેમ્પલમાં કોપરની હાજરી જોવા મળતાં રૂ. 7,000 નો દંડ કર્યો હતો. દાંતાની ઇમ્તીયાઝભાઇ અશરફભાઇ કડીવાલાની સેન્ટ્રલ સ્વીટ બેકરીમાંથી મીઠા માવાના સેમ્પલમાં સ્વીટનરની માત્રા વધુ પ્રમાણમાં આવતાં રૂ. 14,000 નો દંડ કર્યો હતો.

 

દાંતાની જ ઝાકીર હુસેન ઇબ્રાહીમભાઇ મેમણની સાલીમાર કિરાણા નામની દુકાનમાંથી લુઝ ઘીના સેમ્પલમાં હળદર જોવા મળતાં રૂ. 7,000 નો દંડ કર્યો હતો.

 

જ્યારે કાંકરેજ તાલુકાના તાંણા ગામની ઉમિયા ડેરીમાંથી ઘીનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતાં રૂ. 11,000 નો દંડ કર્યો હતો. જ્યારે શિહોરીમાં હીતેશકુમાર કાન્તીલાલ ઠક્કરની આનંદ કરીયાણા સ્ટોરમાંથી લુઝ ચોળીનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતાં રૂ. 21,000 નો દંડ કર્યો હતો.’

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!