ભાભર પંથકની નર્મદા કેનાલમાં સાસરીયાના ત્રાસથી પરીણિતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક વિગતો મુજબ પંથકની મહિલાના લગ્ન બાદ તેમનો પતિ અને સાસુ-સસરા અવાર-નવાર સંતાનને લઇ ત્રાસ આપતાં હતા. જે બાદમાં સાસરીયાના વધુ પડતાં ત્રાસને કારણે કંટાળીને પરીણિતાએ બુધવારે સાંજે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવી દીધુ હતુ. સમગ્ર મામલે મૃતક પરીણિતાના ભાઇએ તેના પતિ અને સાસુ-સસરા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાવતાં ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના ભાભરની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પરીણિતાના આપઘાત બાદ સાસરીયા સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ કાંકરેજના તાતીયાણાના જામીનબેન દેસાઇના લગ્ન ઢેકવાડી ખાતે રહેતાં વનરાજ લક્ષ્મણભાઇ દેસાઇ સાથે થયા હતા.
જે બાદમાં લગ્ન જીવનના નવેક વર્ષ બાદ પણ સંતાન નહીં થતાં તેમના પતિ વનરાજ, સસરા લક્ષ્મણભાઇ અને સાસુ અગરબેન તેમને મહેણાં ટોણાં મારી ત્રાસ આપતાં હતા. જે બાદમાં ત્રણેય માનસિક ત્રાસ આપી અવાર-નવાર મારઝુડ કરતાં હોઇ પરીણિતાએ કંટાળી કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવી દીધુ હતુ.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠાની નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવાનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. ગચ બુધવારે સાંજે પંથકની પરીણિતાએ પોતાના પતિ અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે મૃતકના ભાઇ દેવજીભાઇએ બહેનના પતિ અને સાસુ-સસરા સામે ભાભર પોલીસ મથકે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો છે. જેને લઇ ભાભર પોલીસે ત્રણેય સામે આઇપીસી કલમ 306, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update