કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે SG હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું : વાહનચાલકોને ટ્રાફીકજામથી મુક્તિ મળશે

- Advertisement -
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર, સાંસદ નરહરી અમીન, સહિત ધારાસભ્યઓ, SGVPના સંતઓ સહિત ભાજપા ગુજરાત પ્રદેશના હોદ્દેદારો, મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

અમિત શાહે જણાવ્યું હતું કે કોરોનાનું વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયને કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લે એવી અપીલ છે, કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.

 

 

વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાય-ઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પૂરી કરવા માટે મર્યાદિત સમય હતો. નવેમ્બર 2020માં 6 પૈકી 2 ફલાઇ-ઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર-અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આજથી શરૂ થયો છે, જેથી દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે. ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસેના ફ્લાઇ-ઓવરબ્રિજનું પણ ઉદઘાટન કરવામાં આવશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!