પુર ઝડપે ચાલી રહેલ કારને ચીરી રેલીંગ અંદર ઘુસી ગઈ : બે બાળકોને ખરોચ પણ નહીં, પરંતુ…

- Advertisement -
Share

રાજસ્થાનના મેવાડ વિસ્તારમાં એક માર્ગ અકસ્માત જોઈ લોકો હચમચી ઉઠ્યા હતા. અહીં પુર ઝડપે દોડી રહેલી કાર કંટ્રોલની બહાર થઈ ગઈ હતી અને હાઇવેની સાઇડમાં રેલિંગમાં ધસી ગઈ હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે, કારને વચમાંથી ચીરી રેલિંગ અંદર ઘુસી ગઈ હતી. અકસ્માત પછી, જેણે પણ કારની હાલત જોઈ, તે અચંબામાં પડી ગયા. આ અકસ્માતમાં કાર ચલાવનાર યુવકનું મોત નીપજ્યું હતું અને તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી, પરંતુ કારમાં સવાર બે બાળકોને થોડી પણ ખરોચ નથી આવી.

આ ગમખ્વાર અકસ્માત રવિવારે ચિત્તોડગઢ જિલ્લાના બેગુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. બેગુ એસએચઓ રતનસિંહે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે નંબર 27 પર અમદાવાદથી શિવપુરી જતા સમયે નીતિન સ્પિનર્સ પહેલા મંડોલા પાસે એક કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં રેલિંગ સાથે ટકરાઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, રેલિંગ કારના બોનેટમાંથી પસાર થઈને કારની અંદર છેક પાછળની સીટ સુધી ઘુસી ગઈ હતી.

 

 

 

આ અકસ્માતમાં કાર ચાલક રાકેશસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો તેની પત્ની અર્ચનાને ગંભીર ઇજા થઈ હતી. હાલમાં પ્રાથમિક સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાકેશના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ પોલીસે તેને સંબંધીઓના હવાલે કર્યો છે.

મૃતકના પુત્ર સત્યમે જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ ગુજરાતથી મધ્યપ્રદેશના શિવપુરી જઈ રહ્યા હતા, તે સંબંધીને ત્યાં લગ્ન સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચતા પહેલા જ કાર માંડના નજીક અસંતુલિત થઈ ગઈ હતી અને રસ્તાની બાજુમાં રેલિંગમાં ઘુસી ગઈ હતી.

જાકો રાખે સૈયાં માર સકે ના કોઈ” કહેવત ફરી એકવાર આ અકસ્માતમાં સાચી સાબિત થઈ છે. આ અકસ્માત જોયા પછી કારમાં સવાર કોઇ પણ જીવીત રહ્યા હોય તેવી કોઈને આશા ન હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, રાકેશના બે બાળકો, પુત્ર સત્યમ અને પુત્રી આસ્થા પણ આ કારમાં તે સમયે બેઠેલા હતા, પરંતુ તેમને થોડી ખરોચ પણ નહોતી આવી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!