ડીસાના પર્યાવરણ પ્રેમી નવીનકાકાનો સરસ સંદેશ : ચોમાસાની શરૂઆત થતા વૃક્ષો વાવવાની કરી અપીલ

- Advertisement -
Share

સમગ્ર ભારતભરમાં ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પરથી વૃક્ષોની સંખ્યા દિવસેને દિવસે ઘટતી જાય છે. જેથી પર્યાવરણ પણ પ્રદુષણ વધતું જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રહેતા અને પર્યાવરણ પ્રેમી તરીખે જાણીતા ડો.નવીનકાકા જેમણે ચોમાસાની શરૂઆત થતા વૃક્ષો વાવવાની તેમજ તે વૃક્ષનું જતન કરવાની અપીલ કરી છે.

 

 

 

સમગ્ર ભારતભરમાં લીલા તેમજ ઘટાદાર વૃક્ષોનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે. જેના પગલે વૃક્ષોની સંખ્યા સતત ઘટતી જાય છે. જેથી પર્યાવરણમાં વધુ પ્રમાણમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જેથી ભારતભરમાં અનેક સમસ્યા આવી રહી છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગના ઉપાય માટે વૃક્ષો જ રામબાણ ઈલાજ છે.

 

 

ત્યારે બનાસકાંઠા જિલ્લાના પર્યાવરણ પ્રેમી તરીખે ઓળખાતા ડો.નવીન કાકા જેમને પર્યાવરણને જાળવી રાખવા માટે અનેક નાના મોટા સેમિનાર કર્યા છે તેમજ અનેક જંગલોની મુલાકાત લીધી છે. તેમનું માનવું છે કે જે ચોમાસાની શરૂઆત થતા કેટલી જગ્યાએ ઝાડ વાવું તેમજ જંગલોની કેડીઓ પર ચાલવું.

 

 

 

ચોમાસાની શરૂઆત થતા નવીન કાકા અનેક જગ્યાએ વૃક્ષોરોપણના કાર્યક્રમો કરે છે તેમજ વૃક્ષો વવાવે છે. ત્યારે નવીનકાકા એ જણાવ્યું હતું કે, જે પ્રમાણે દિવસેને દિવસે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે તેના જવાબદાર આપણે મનુષ્ય પણ છીએ કેમ કે આપણે વૃક્ષોનું જતન કરતા નથી અને વૃક્ષો વાવો તેનું જતન કરો વૃક્ષોનું નિકંદન થાય છે. એ સામાન્ય દ્રષ્ટિકોણ છે જે કપાવાનું છે. આપણે વાવવાનું છે તેમજ રસ્તા પરની સાઈડના વૃક્ષો ન કાપવા જોઈએ ખાસ કરીને જે લોકો ખેતરમાં રહે છે. તે ખેતરની આજુબાજુ ફળો વાળા વૃક્ષો વધુ વાવા જોઈએ. જેથી વૃક્ષોનું નિકંદનની ફરિયાદો અટકી શકે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!