ડીસાના નવીન પુલ પર અકસ્માતમાં 1નું મોત 2થી વધુ ઘાયલ : કર્મચારીઓ જ અકસ્માતનો ભોગ બન્યા

- Advertisement -
Share

ડીસામાં નેશનલ હાઇવે પર બનેલ નવીન પુલ પર લોકાર્પણ પહેલા જ સર્જાયો પ્રથમ ગોઝારો અકસ્માત

  • ડીસામાં પોણા ચાર કિલોમીટર લંબાઈના બ્રિજ પર થોડા દિવસ અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ જાત નિરાક્ષણ કરવા આવ્યા હતા.
  • નવીન પુલ પર હજુ અંતિમ તબક્કાનું કાર્ય ચાલુ હતું અને તે દરમિયાન ટ્રાયલ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેને લઈને અમુક વાહનો પુલ પરથી પસાર થતા હતા.
  • શનિવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયો તે સમયે પુલની લાઈટો બંધ હતી.
  • પ્રથમ અકસ્માતમાં પુલ બનાવનાર કર્મચારીઓ જ બન્યા જેમાં 1નું મોત અને અન્ય 2 ઘાયલ થયા છે
File Photo

ડીસા વેપારી મથકમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા અને હાઇવે પર સર્જાતી અકસ્માતની ઘટનાઓના નિરાકરણ માટે નેશનલ હાઇવે પર 200 કરોડના ખર્ચે પોણા ચાર કિલોમીટર લાંબો ફ્લાય ઓવર બ્રિજનું કામ અંતિમ ચરણ છે તે દરમિયાન ટ્રાયલ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તે દરમિયાન ગત મોડી રાત્રે ટ્રેલરે પુલ પર ઉભેલ ગાડી, બાઇક સહિતના વાહનો સાથે અકસ્માત સર્જી જેમાં 1નું મોત અને 2 ઘયલ થયા હતા.

 

 

ડીસામાંથી પસાર થઈ રહેલા દિલ્હી – કંડલા નેશનલ હાઇવે પર અને સ્થાનિક ટ્રાફિક દિવસે અને દિવસે વધતો જતો હતો અને અકસ્માત પણ મોટી સંખ્યામાં સર્જાતા હતા જેને લઈને જાગૃત નાગરિકોની માંગ અને સ્થાનીક નેતાઓની રજૂઆતને ધ્યાને લઈને ભારત સરકારે 200 કરોડની લાગતની 4 લેન ફ્લાયઓવર બ્રિઝ મંજુર કરી આપ્યો હતો અને જેનું કાર્ય છેલ્લા 2 વર્ષથી રચના કન્સ્ટ્રકશન દ્વારા ચાલી રહેલ હતું હવે પુલનું કાર્ય અંતિમ ચરણમાં હોઈ ટ્રાયલ માટે પણ ખુલ્લો મુકવામાં આવેલ હતો.

 

 

આ બ્રિજ ટ્રાયલ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તે દરમિયાન વાહનોની અવાર જવાર ચાલુ હતી અને છેલ્લા એક અઠવાડિયામાં ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યા અને ભાજપમાં નેતાઓ રૂબરૂ પુલનું જાત નિરાક્ષણ અને સરકારનો આભાર તેમજ ડીસાની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

કોંગ્રેસના જિલ્લા અને સ્થાનિક નેતાઓ પણ નવા પુલની મુલાકાત લીધી હતી.

 

 

અંતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચોધારી અને સ્થાનિક હોદેદારો અને કાર્યકારતો પણ નવીન પુલની મુલાકત લીધી હતી.

આ પુલ ટ્રાયલ માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો તે દરમિયાન શનિવારની મોડી રાત્રે ડીસા તરફથી આવી આખોલ ચોકડી તરફ જતા ટ્રેલરે પુલના છેડા નજીક પુલનું સમારકામ કરતી ટીમની ગાડીઓ અને બાઇક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો તેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અને 2 ઇસમનો ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં ડીસા પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને 108ની ટિમ દ્વારા અકસ્માતમાં ભોગ બનનારોને નજીકના દવાખાને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી જ્યારે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

અકસ્માતમાં મૃતકનું નામ
જયેશભાઇ જી. ચૌધરી,રહે.ચંડીસર
ઈજાગ્રસ્ત
1. મસરૂભાઈ પટેલ
2. દિનેશભાઇ
બંનેને આરાધન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જયારે બેથી વધુ લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!