મુખ્યમંત્રી રૂપાણી આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના દર્શને પધાર્યા

- Advertisement -
Share

માં અંબેની કૃપાથી કોરોનાની ત્રીજી લહેર આવે જ નહિ તેવી પ્રાથના કરી

 

 

માં અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસાથી મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારની વહેલી સવારે આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી 6.5 કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી.

 

 

મુખ્યમંત્રીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંજલિબેન રૂપાણી સાથે આદ્યશકિત માં અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

 

 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્રને આપણે સૌ સાથે મળીને ચરિતાર્થ કરી શકીશું.

 

 

 

ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસી.કલેક્ટર પ્રશાંત જીલોવા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઇભક્તો આ દર્શન પૂજનમાં મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

 

 

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!