ડીસાના એક ખેતરમાંથી પોલીસે 53 ગાંજાના છોડ સાથે આરોપીને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુંવા ગામે ખેતરમાં ગાંજાની ખેતી થતી હોય તેવી માહિતી મળતા ડીસા તાલુકા પોલીસે તપાસ કરતા ગાંજાના 53 છોડ મળી આવતા પોલિસે કુલ 1,24,400ની કિંમતનો ગાંજો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

ડીસાના ભડથ ગામે ગાંજો ઝડપાયા બાદ ઢુંવા ગામેથી ખેતરમાં વાવેલા ગાંજા છોડ મળી આવ્યા હતા ડીસા તાલુકા પોલોસ મળેલ બાતમી આધારે ઢુંવા ગામે રહેતા લાડજીજી કાળુજી ઠાકોર પોતાના માલિકીના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું હોવા મામલે તાલુકા પોલિસે તપાસ હાથ ધરી હતી.

 

 

 

જે દરમિયાન ખેતરમાં વાવેલા ગાંજાના 53 છોડ મળી આવ્યા હતા. પોલીસે પંચોની રૂબરૂમાં 1,24,400નો ગાંજો કબજે લઈ આરોપી લાડજીજી કાળુજી ઠાકોર વિરુદ્ધ નારકોટિનક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમનની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!