બનાસકાંઠામાં પધારેલા મુખ્યમંત્રીએ નડાબેટની મુલાકાત લઇ આપ્યું નિવેદન : જાણો શું કહ્યું CM રૂપાણીએ…

- Advertisement -
Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરૂવારે સરહદી વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. ભારત-પાકિસ્તાન બોર્ડર પર નિર્માણ પામી રહેલા પ્રવાસન વિભાગના કામોનું નિરીક્ષણ કર્યું હતું. તા. 15 ઓગષ્ટના દિવસે ભારત-પાકિસ્તાન બોર્ડર નિર્માણ થયેલા પ્રવાસન વિભાગના કામો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

 

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડરના નડાબેટ તેમજ 0 પોઇન્ટ પર ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર વિકાસના કામો ચાલી રહ્યા છે. 100 કરોડથી વધુ ખર્ચે થઇ રહેલા અલગ વિકાસના કામોનું નિરીક્ષણ કરવા માટે ગુરૂવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પ્રવાસન વિભાગ મંત્રી જવાહાર ચાવડા ભારત-પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા હતા.

 

 

 

 

જ્યાં તેમણે બોર્ડર વિકાસમાં થઇ રહેલા કામોની સમીક્ષા કરી વધુ સારૂ શું કરી શકાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કામોની સાઇટ ઉપર જઇ કામની પ્રગતિની જાત તપાસ કરી હતી. ભારત-પાકિસ્તાન બોર્ડર નિરીક્ષણ સમય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ભારત-પાકિસ્તાન બોર્ડર લોકોના પ્રવાસન વિભાગ તરીકે વિકસે તે માટે આગામી સમયમાં બોર્ડર લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે.

 

 

 

 

તા.15 ઓગષ્ટ સુધી વિકાસના તમામ કામોની પૂર્ણ કરી સ્વતંત્રતા દિવસે લોકો માટે તમામ વિકાસના કામો ખુલ્લા મૂકવામાં આવશે. ગુજરાતીઓ માટે ભારત-પાકિસ્તાન બોર્ડર પ્રવાસ કરવા માટેનું નવું સ્થળ બનશે.

 

 

 

 

આ અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘કોરોનાના સંક્રમણને કારણે છેલ્લા સવા વર્ષથી વધુ સમયથી સરકારની સંપૂર્ણ પાયોરીટી કોરોના હતું. કોરોના સેકન્ડ વેવમાં પૂરેપુરી સરકાર લાગેલી હતી. સદ્દનસીબે ગઇકાલે 300થી નીચા કેસ આપણે જોઈ શક્યા છીએ. સેકન્ડ વેવને આપણે નિયંત્રણ કરવામાં સફળ થયા છીએ. થર્ડ વે ઉપર તૈયાર પણ કરી રહ્યા છીએ. પરંતુ હવે જેમ જેમ આપણે રેસ્ટરીંગ ઉઠાવતાં જઇ એમ ટુરીઝમ પણ પૂર્વવત થાય એટલા માટે રાજ્ય સરકાર ટુરીઝમ વિભાગ કાર્યરત બન્યો છે.

 

 

 

 

વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું, ગુજરાત બોર્ડર ટુરીઝમ નવા કન્ટેસ્પશન સાથે બોર્ડર ઉપર પણ થાય અને આ વિસ્તારનો વિકાસ એટલે નડાબેટ બનાસકાંઠાનો વિકાસ અને બોર્ડર ટુરીઝમ એવું બને કે, મોટી સંખ્યામાં દેશભરમાંથી આ ટુરીઝમનો લાભ લે અને અહીયા રોમાંચ પ્રાપ્ત કરે. આપણા જવાનો પછી એ સૈન્યના હોય કે બી.એસ.એફ.ના હોય જે રીતે ભારત માતાની રક્ષા કરી રહ્યા છે. એ વાત સમજે ઇતિહાસને જાણે ઇ.સ. 1971માં લડાઇમાં આપણે અહીથી નગર પાર્ક સુધી પાકિસ્તાનનો હીસ્સો આપણાં તાંબા હેઠળ આવી ગયો હતો.

 

 

 

 

આપણા બી.એસ.એફ.ના જવાનોએ લડાઇમાં જીતીને આગળ વધ્યા હતા. આ બધી વસ્તુ લોકો જાણે, જુએ અને દેશ ભક્તિની ભાવના વધુને વધુ પ્રાપ્ત કરે એ હેતુથી નડાબેટ ખાતે આ બોર્ડર ટુરીઝમ ડેવલોપ કરીએ છીએ. અહીંથી 150 કિલોમીટર પાકિસ્તાન બોર્ડર છે. 0 પોઈન્ટ પર આપણે ઉભા છીએ અને અહીયા આપણે સવા 100 કરોડના ખર્ચે અનેક વસ્તુ અહીયા નિર્માણ કરી રહ્યા છીએ. આગામી તા. 15 ઓગષ્ટ પહેલાં આનું લોકાર્પણ કરીને ટુરીસ્ટોરોને આવતાં-જતાં કરીશું. અહીયા આખો બી.એસ.એફ.નો ઇતિહાસ વ્યુઝમ અહીં ઇ.સ. 1971ના વ્યુઝમ આપણે દુનિયાભરની એનું સંરક્ષણ કઇ રીતે થાય છે. એની વાત અનેક રીતે સરસ ક્લાસની બનાવી અને સાંજે પરેડ જબરદસ્ત હોય છે.

 

 

 

 

વધુમાં કહ્યું કે, જેમ બોર્ડર પરથી પરેડનું લાઇવ અને લોકોને સવારથી સાંજ સુધી અનેક પ્રવૃતિમાં જાડાશે અને બોર્ડર ટુરીઝમનો આનંદ માણશે. દેશ પ્રાપ્ત કરી પોતાના ઘરે જશે. ગુજરાતના ટુરીઝમના કેવડીયા, નર્મદા ડેમ, સફેદ રણ અને સાસમ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કલ્પનાથી ગુજરાતમાં ટુરીઝમ ખુલ્લે પરાકાષ્ટે ખીલે એવી પ્રકારનું માર્ગદર્શન એમનું મળ્યું છે. એમને ધપાવવા રાજ્ય સરકાર એમના માર્ગદર્શન નીચે ટુરીઝમના વિકાસના કામમાં કરી રહ્યા છીએ. ભારતમાં બોર્ડર ટુરીઝમ નડાબેટ વિશ્વના નકશા ઉપર ચમકશે એમ કોઇ શંકા નથી.’

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!