ડીસા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં કારને નુકશાન : કાર ચાલક ઘાયલ

- Advertisement -
Share

આજુબાજુના લોકો અને પસાર થતાં વાહનચાલકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા

ડીસા-થરાદ હાઇવે પર આર.ટી.ઓ. ચાર રસ્તાથી સમશેરપુરા ગામ નજીક શુક્રવારે કાર અને કન્સ્ટ્રક્શન કંપનીમાં ચાલતાં મિક્સર ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-થરાદ હાઇવે પર સમશેરપુરા ગામ નજીક શુક્રવારે થરાદ તરફ જઇ રહેલી કારને સામેથી આવી રહેલા મિક્સર ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારના આગળના ભાગે મોટું નુકશાન થયું હતું. જયારે ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં આજુબાજુના લોકો અને પસાર થતાં વાહનચાલકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.
જોકે, ઇજાગ્રસ્ત કાર ચાલકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!