ઈન્દોરમાં મળ્યો દેશનો પહેલો ગ્રીન ફંગસનો દર્દી, એરલીફ્ટ કરીને મુંબઈ ટ્રાન્સફર કરાયો

- Advertisement -
Share

બ્લેક, વાઈટ અને યલ્લો બાદ હવે ગ્રીન ફંગસ નો એક કેસ સામે આવ્યો છે. ઈન્દોરમાં હવે ગ્રીન ફંગસનો દેશનો પહેલો દર્દી જોવા મળ્યો હતો. દર્દીને તરત જ એરલિફ્ટ કરીને મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. ભારચમાં કોરોનાના તાંડવ બાદ હવે ફંગસના દર્દીઓ સામે આવી રહ્યા છે. બ્લેક, વાઈટ અને યલો ફંગસ બાદ હવે દેશમાં ગ્રીન ફંગસનો પહેલો દર્દી ભારતમાં સામે આવ્યો છે. ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવામાં આવેલલ કોરોનાના એક દર્દીને ગ્રીન ફંગસ થઇ ગયો છે. તેનો ઈલાજ કરવા માટે તેને મુંબઈ એર લિફ્ટ કરવામાં આવ્યો છે.

 

 

બ્લેક ફંગસ બાદ ઈન્દોરમાં ગ્રીન ફંગસનો દેશનો પહેલો કેસ સામે આવ્યો છે. માણિકબાગ વિસ્તારમાં રહેનાર 34 વર્ષીય દર્દીને કોરોના થયો હતો. તેના ફેફસામાં આશરે 90 ટકા સંક્રમણ ફેલાયેલુ હતું. બે માસ સુધી ઈલાજ ચાલ્યા બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. 10 દિવસ બાદ દર્દીને હાલત ફરી બગડવા લાગી હતી. તેના ડાબી બાજુના ફેફસામાં રસી ભરાઈ ગઈ હતી. અને ફેફસામાં એસરપરજિલસ ફંગસ જોવા મળ્યું જેને ગ્રીન ફંગસ પણ કહેવામાં આવી રહ્યું છે.

 

 

નિષ્ણાતોના મતે, લીલી ફૂગ કાળી ફૂગથી વધુ જોખમી છે. આને કારણે, દર્દીની સ્થિતિ સતત બગડતી હતી. દર્દીની સ્ટૂલમાં લોહી હતું. તાવ પણ 103 ડિગ્રી રહ્યો હતો. એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન લીલી ફૂગ પર પણ કામ કરતું નથી.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!