PM Modiએ કહ્યું કે CoWinએ ભારતને કોરોના સામે લડવા મદદ કરી, ટેક ફર્મ્સને ભારતમાં રોકાણ કરવા અપીલ કરી

- Advertisement -
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ બુધવારે કહ્યું કે સ્વદેશી રૂપે CoWin એપ્લીકેશને કોરોના વાયરસ મહામારી (Covid 19) સામે લડવા ભારત દેશની મદદ કરી છે. જેને લઈને ગ્લોબલ ટેક ફર્મ્સને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ‘વીવાટેક’ (VivaTech)ના પાંચમા એડિશનમાં ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે ભારત અને ફ્રાંસ કેટલાય વિષયો પર સાથે કામ કરી રહ્યા છે જેમાં ડિજિટલ ટેકનોલોજી ઊભરતા ક્ષેત્રો છે.

PM Modiએ કહયું કે ભારત ઇનોવેટર્સ અને ઈન્વેસ્ટર્સને એ પ્રદાન કરે છે જે તેને જોઈએ છે. મોદીએ કહ્યું કે , ‘ હું વિશ્વને ભારતમાં પાંચ સ્તંભ કે જે પ્રતિહા, માર્કેટ, મુળી, ઇકો-સિસ્ટમ અને ખુલ્લાપણાની સંસ્કૃતિના આધાર પર રોકાણ કરવા માટે આમંત્રણ આપુ છું.

 

ભારતમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા સર્વોપરી છે. ભારતની બાયોમેટ્રિક સિસ્ટમે ગરીબોને ભોજન આપવામાં મદદ કરી છે. જ્યાં કોન્વેન્શન (સમ્મેલન) ફેઇલ થાય છે ત્યાં ઇનોવેશન (શોધ) મદદ કરે છે. આ બાબતનો અનુભવ કોવિડ 19 વૈશ્વિક મહામારીમાં જોવા મળ્યો છે. મોદીએ કહ્યું કે અમે ભવિષ્યમાં આવનારા પડકારો સામે સજ્જ છીએ. ભારતમાં રોકાણ કરવા માટે વિશ્વને આમંત્રણ આપીએ છીએ.

 

 

આ કાર્યક્રમમાં અન્ય મુખ્ય વક્તાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સ્ન્ચેઝ અને વિવિધ યુરોપિયન દેશોના પ્રધાનો અને સાંસદો સામેલ હતા. આ કાર્યક્રમમાં એપલના સીઇઓ ટિમ કૂક, ફેસબુકના ચેરમેન અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને માઈક્રોસોફ્ટના પ્રમુખ, બ્રાડ સ્મિથ સહિતના કોર્પોરેટ બિગવિગ્સની ભાગીદારી પણ જોવા મળશે.

આ પહેલા મોદીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, “આવતીકાલે સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવાટેકને સંબોધન કરશે. આ મંચ દ્વારા, ટેક અને સ્ટાર્ટ-અપ્સની દુનિયામાં ભારતની ગતિ વિશે બોલવામાં આવશે.”

વિવાટેક (Viva Tech ) એ યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ્સમાંની એક છે, અને તે દર વર્ષે પેરિસમાં 2016 થી યોજાય છે, એમ વડા પ્રધાનના કાર્યાલય (PMO) એ નોંધ્યું છે. તે અગ્રણી જાહેરાત અને માર્કેટિંગ સમૂહ પબ્લિકિસ ગ્રુપ અને અગ્રણી ફ્રેન્ચ મીડિયા જૂથ લેસ ઇકોસ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!