પાટણમાં ધોળા દિવસે દેસાઈ યુવકો પર ખેલાયેલ ખૂની ખેલના 3 ઈસમોને ઝડપી લેવાયા

- Advertisement -
Share

હારીજમાં ફાયરિંગ વીથ મર્ડરનાં 3 આરોપીઓ બાતમીના આધારે પોલીસના ઝબ્બે

હારીજ ખાતે શનિવારના રોજ સવારે APMC નાં મુખ્ય દ્વાર નજીક અગાઉની જમીનની અદાવતમાં દેસાઈ સમાજના બે ઈસમો ઉપર કરાયેલ ફાયરિંગ અને તિક્ષણ હથીયાર સાથેના હુમલામાં દેસાઈ લાલુભાઇ કમશીભાઈનું મોત નિપજ્યું હતું જ્યારે મહેશભાઇ કરમશીભાઇ દેસાઈને ગંભીર ઈજાઓ થતાં તેઓને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ફાયરિંગ વીથ મડૅરનાં બનાવને લઇને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે ફાઈરીગ વિથ મડૅરના બનાવની હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધી બનાવને અંજામ આપી ફરાર થયેલા ઈસમોને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ એલસીબી, એસઓજી સહિત હારીજ પોલીસને જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 

 

પાટણ એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને બનાવના કલાકોની ગણતરીમાં સમી તાલુકાના ઉપલીયાસર- ગાજદીનપુરા માગૅ પરથી ઝડપી લઇ બનાવનાં સમયે ઉપયોગમાં લેવામાં આવેલ ખંજર, પાઈપ અને બાઈક કબજે કરી આગળની કાર્યવાહી અથૅ ઝડપાયેલાં સિધ્ધરાજસિહ તલુભા વાધેલા રહે.ઉબરી,તા.કાકરેજ, પરેશ સિધ્ધરાજસિહ વાઘેલા,રહે.ઉબરી તા.કાકરેજ અને ચેલાજી સુજાજી સોલંકી રહે.કંબોઈ તા.કાકરેજ ત્રણેય ઇસમોને હારીજ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

 

 

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!