6 વર્ષનો શિવા 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો : 10 કલાક બાદ આર્મીના જવાનોએ સુરક્ષિત બહાર નીકાળ્યો

- Advertisement -
Share

ઉત્તર પ્રદેશના આગ્રામાં બોરવેલમાં પડી ગયેલા 6 વર્ષના શિવાને આર્મીના જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે. આ માટે જવાનોએ આશરે 4 કલાક બચાવ કામગીરી ચલાવી હતી. બાળક સવારે 6 વાગે બોરવેલમાં પડી ગયુ હતુ અને 10 કલાકથી વધારે સમય બોરવેલની અંદર રહ્યુ હતું. બાળકને કાઢવા માટે બોરવેલની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને જાળીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતુ.

 

 

 

 

આગ્રામાં સોમવારે સવારે ઘરની સામે રમતી વખતે 6 વર્ષનું આ બાળક 100 ફૂટના ખાડામાં પડી ગયું હતું. સાથે રમતા બાળકે આ વિશે પરિવારને માહિતી આપી હતી. બાળકને બચાવવા માટે પહેલાં પોલીસ ટીમે રેસ્ક્યુ શરૂ કરી દીધુ છે. ઓક્સિજન અને ખાવા-પીવાની વસ્તુઓ દોરડું બાંધીને બોરવેલમાં અંદર પહોંચાડવામાં આવી હતી. આર્મી રેસ્ક્યુ માટે પહોંચી ગઈ હતી. તે સિવાય ગાઝિયાબાદથી એનડીઆરએફની ટીમ પણ બોલાવાવમાં આવી હતી.

 

 

 

ઘટના નિબોહારની ઘરિયાઈ ગામની છે. અહીં છોટે લાલનો દિકરો શિવા સોમવારે સવારે છ વાગે ઘરની બહાર રમતો હતો. આ દરમિયાન તે રમતા રમતા અચાનક બોરવેલના ખાડામાં પડી ગયો હતો. તેની સાથે રમતા બાળકે દોડીને તેના પરિવારજનોને જાણ કરી હતી. થોડી જ વારમાં આખા ગામના લોકો ભેગા થઈ ગયા હતા. એસપી ગ્રામીણ અશોક વેન્કેટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમની સાથે મળીને બાળકને બચાવવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

પરિવારજનોએ દોરડું ખાડામાં નાખીને શિવા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. શિવાએ દોરડું ખેંચ્યું તો લોકોને આશા બંધાઈ કે એ જીવતો છે. ત્યારપછી તેને બચાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા. ઘટના પછીથી પરિવારજનોની રડી રડીને ખરાબ હાલત થઇ હતી.

 

 

 

 

સ્વાસ્થ્ય વિભાગની ટીમે બોરવેલમાં ઓક્સિજન અને ભોજનનો બધો સામાન મોકલ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ભીડ હટાવીને રાહત કામગીરી શરૂ કરી હતી. ખાડો ખોદીને બાળકને સાજો સમો બહાર કાઢવા માટે એક્સપર્ટની ટીમ ભેગી થઈ હતી.

 

 

 

 

માનવામાં આવે છે કે, બોરવેલમાંથી પાઈપ કાઢીને છોટેલાલના પરિવારે બીજા બોરવેલમાં નાખી દીધી હતી. પરંતુ બેદરકારીમાં તેને બંધ કરવાનું ભૂલી ગયા હતા. હવે તેમને દુખ છે કે, જો બોરવેલ બંધ કરી દેવામાં આવ્યો હોત તો આ ર્દુઘટના ના બનતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!