IPS પૂજા યાદવ અને ધાનેરા પોલીસે વિદેશી દારૂ – બિયર સાથે શખ્સને ઝડપી પાડ્યો : 1,32,700 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના મગરાવા ગામે પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે મગરાવા ગામની સીમમાંથી મહેન્દ્રા કંપનીની કમાન્ડર જીપ સાથે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને એક શખ્સ આવી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળતા તેને રોકાવી તપાસ કરતાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલની સુચના મુજબ જીલ્લામાંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા થરાદ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન મુજબ, ધાનેરા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન ધાનેરા તાલુકાના મગરાવા ગામની સીમમાંથી મહેન્દ્રા કંપનીની કમાન્ડર જીપમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને આવી રહી હતી. તે દરમિયાન તેને રોકાવી તેમાં તપાસ કરતાં વિદેશી દારૂ અને બિયરની પેટી નંગ-6 કુલ બોટલ નંગ- 152 કિમત રૂ.32,700 અને મહેન્દ્રા કંપનીની કમાન્ડર જીપ નં. GJ-02-BP-5698 ની કિંમત રૂ.1,00,000 એમ મળી કુલ કિંમત રૂ. 1,32,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જયારે આરોપી મનજીભાઇ લક્ષ્મણભાઇ રબારી (રહે.જડીયા, તા.ધાનેરા, જી.બનાસકાંઠા) વાળાને ઝડપી પાડી તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!