ધાનેરાના ખીંમત નજીક ટ્રેક્ટરના બોઇલર નીચે દબાઇ જતાં યુવકનું મોત

- Advertisement -
Share

ટ્રેક્ટર રસ્તાની સાઇડમાં ઉતરી જતાં બોઇલર સાથે પલ્ટી ખાઇ ગયું : પોલીસે વધુ તપાસ હાથ ધરી

 

ધાનેરા તાલુકાના ખીંમત નજીક ડામર ભરેલા ટ્રેક્ટરના બોઇલર નીચે દબાઇ જતાં ચાલકનું મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. ટ્રેક્ટર રોડની સાઇડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.આ અંગે ફરિયાદ નોંધાઇ હતી. ધાનેરા તાલુકાના રવિયા-કોટડા જતાં માર્ગનું કામ ચાલી રહ્યું છે.

 

જ્યાં મૂળ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના વડવાના શૈલેષભાઇ રામુભાઇ ભાભોર તેમનું ટ્રેક્ટર અને બોઇલર લઇ જગાણા ગામમાં ડામર ભરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા હતા. ત્યારે ખીંમત નજીક પૂરઝડપે પસાર થઇ રહેલું ટ્રેકટર રોડની નીચે ઉતરી ગયું હતું.

 

જેમાં પાછળનું બોઇલર અલગ થઇ પલ્ટી ખાઇ ગયું હતું. જેની નીચે શૈલેષભાઇ દબાઇ જતાં મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર બાજુના મકાનની દીવાલને અથડાઇને પલ્ટી ખાઇ ગયું હતું. આ અંગે રામુભાઇ વરસંગભાઇ ભાભોરે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!