ડીસા તાલુકાની હદમાંથી એલ.સી.બી.એ જોરાપુરામાંથી બિયરનો જથ્થો ઝડપી પાડયો, એકની અટકાયત કરાઇ

- Advertisement -
Share

ડીસા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક સમયથી ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે ગઇકાલે બનાસકાંઠા એલ.સી.બી. ની ટીમે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે જારાપુરા ગામના ખેતરમાંથી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાની સુચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઇકાલે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અને જુગારની બંદીને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડીસા તાલુકાના જારાપુરા ગામના એક ખેતરમાં દારૂ અને બિયરનો જથ્થાનું વેચાણ કરવામાં આવે છે.

 

 

જેથી તાત્કાલીક એલ.સી.બી. ના સ્ટાફના માણસોની ટીમ જોરાપુરા ગામના સવસીજી શાંતિજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) વાળાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરે રેઇડ કરતાં દારૂ અને બિયરની 553 બોટલો મળી આવી હતી. જેમાં કુલ રૂ. 82,165 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સવસીજી શાંતિજી ઠાકોરની અટકાયત કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!