ડીસાની જી.આઇ.ડી.સી.માં એક જ ફેક્ટરીમાં આરોગ્ય વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

- Advertisement -
Share

ડીસા શહેર વેપારી મથકનું સેન્ટર ગણાય છે. ત્યારે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ ઠંડા પીણાની એક ફેક્ટરીમાં શુક્રવારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઓચિંતિ રેડ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં એક્સપાયરી ડેટવાળા ઠંડા પીણા વેચતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જ્યારે પછાત વિસ્તારોમાં અખાદ્ય ઠંડા પીણા વેચતાં વેપારીઓ સામે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું હતું.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલી જી.આઇ.ડી.સી.માં છેલ્લા કેટલાંક સમયથી ડુપ્લીકેટીંગ વસ્તુઓનું ખુલ્લેઆમ તંત્રની નજર હેઠળ બેરોકટોક અખાદ્ય ચીજવસ્તુઓનું મોટા પ્રમાણમાં પેકીંગ થઇ રહ્યું છે. ત્યારે શુક્રવારે ડીસા શહેરની જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આરોગ્ય વિભાગે એક ફેક્ટરીમાં એક્સપાયર ડેટવાળી ઠંડા પીણા વેચતાં હોવાની બાતમી મળતાં અધિકારીઓએ ઓચિંતો દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં ડુપ્લીકેટીંગ ચીજ વસ્તુઓનું પેકીંગ કરતાં માલિકો પોતાના કારખાનાઓના શટરો પાડી પલાયન થઇ ગયા હતા.

જેમાં એક્સપાયરી ડેટવાળા ઠંડા પીણા વેચતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જ્યારે એક્સપાયર ડેટવાળી આર. સી. નામના ઠંડા પીણા વેચતાં પર તપાસ હાથ ધરી છે. જ્યારે પછાત વિસ્તારોમાં અખાદ્ય ઠંડા પીણા વેચતાં વેપારીઓ સામે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું હતું. જ્યારે અન્ય ઠંડા પીણાના કારખાનાઓમાં વેપારી આલમમાં સન્નાટો છવાઇ ગયો હતો. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ એક્સપાયરી ડેટવાળા ઠંડા પીણા વેચતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરે તો અખાદ્ય ચીજવસ્તુઓનું મોટા પ્રમાણમાં પેકીંગ થતું અટકી શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!